Entertainment

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર છવાઈ જશે અક્ષય કુમાર સહિતના આ સ્ટાર્સ, દીપિકા બનશે જજ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર છવાઈ જશે અક્ષય કુમાર સહિતના આ સ્ટાર્સ, દીપિકા બનશે જજ

- કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17 મેથી શરૂ થવાનો છે
- ભારત 'ગોઝ ટુ કાન્સ સેક્શન'માં પાંચ ફિલ્મો પણ પ્રદર્શિત કરશે

મુંબઈ,બુધવાર 

    75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય દર્શકો માટે 'રેડ કાર્પેટ' પર ભવ્ય કાર્યક્રમ યોજાશે, એમ માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર કાન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.આ વખતે આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા, જેમાં અભિનેતા અક્ષય કુમાર, સંગીતકાર એઆર રહેમાન, ફિલ્મ નિર્માતા શેખર કપૂર, અભિનેત્રી પૂજા હેગડેનો સમાવેશ થાય છે. 

    75મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થવા જઈ રહ્યો છે. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના શરૂઆતના દિવસે ભારતીય સ્ટાર્સ ડેલિગેશનના ભાગ રૂપે 'રેડ કાર્પેટ' પર ચાલશે. ગયા અઠવાડિયે, માર્ચે ડુ ફિલ્મ્સ અથવા કેન્સ ફિલ્મ માર્કેટમાં ભારતને સત્તાવાર 'કન્ટ્રી ઑફ ઓનર' જાહેર કરવામાં આવ્યું હતું. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17 મેથી શરૂ થવાનો છે. એક્ટર આર માધવનની ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’ ​​19 મેના રોજ રિલીઝ થશે. માધવન પણ ભારતીય પ્રતિનિધિમંડળમાં હશે. જાણીતા લોક ગાયક મામે ખાન, અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, અભિનેત્રી નયનતારા, તમન્ના ભાટિયા, વાણી ત્રિપાઠી, બે વખત ગ્રેમી વિજેતા સંગીતકાર રિકી કેજ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના અધ્યક્ષ પ્રસૂન જોશી પણ જ્યુરીમાં હશે. 'કન્ટ્રી ઓફ ઓનર'નું આ સન્માન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત તેની આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ભારત 'ગોઝ ટુ કાન્સ સેક્શન'માં પાંચ ફિલ્મો પણ પ્રદર્શિત કરશે. અભિનેત્રી દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની આઠ સભ્યોની સ્પર્ધા જ્યુરીનો ભાગ છે, જેમાં અભિનેત્રી-ફિલ્મ નિર્માતા રેબેકા હોલ અને ઈરાની ફિલ્મ નિર્માતા અસગર ફરહાદી જેવા જાણીતા નામોનો સમાવેશ થાય છે. ભારત અને ફ્રાન્સ પણ આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર છવાઈ જશે અક્ષય કુમાર સહિતના આ સ્ટાર્સ, દીપિકા બનશે જજ