District
તસ્કરનો આતંક યથાવત : કલોલના શોપીંગ સેન્ટરની દુકાનમાંથી ૧.૨૫ લાખના મુદ્દામાલની થઈ ચોરી
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
18, October 2023
- ઘીના પાઉચ, સી.સી.ટી.વી કેમેરાનું ડિવીડની તસ્કરો ઉઠાવી ગયા
- પોલીસે સમગ્ર મામલે ગુન્હો નોંધી તપાસ આદરી
કલોલ, બુધવાર
પાટનગરમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. કલોલના અંબિકા હાઇવે ઉપર વાઇટ હાઉસ સોસાયટી પાસે આવેલ શોપીંગ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા હતા. એક દુકાનના શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી ઘીના પાઉચ, સી.સી.ટી.વી કેમેરાનું ડિવીઆર સહિત ૧.૨૫ લાખની મત્તા ચોરી કરી હતી. ચોરીની જાણ દુકાનના માલિકને થતાં તેઓ દુકાને આવી આ અંગે અજાણ્યા ઇસમો સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર કલોલના દવે એપાર્ટમેન્ટમાં રહેતા વિષ્ણુભાઇ પચાણભાઇ ચૌહાણ અંબિકા હાઇવે ઉપર વાઇટ હાઉસ સોસાયટી પાસે આવેલ શોપીંગ સેન્ટરમાં અમુલ હોલસેલની એજન્સીની દુકાન ચલાવે છે. ત્યારે બે દિવસ પહેલા તેઓ નિત્યક્રમ અનુસાર સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન દુકાનમાં કામ કરતા જયદીપ દરબારે જણાવ્યું હતું કે દુકાનનું તાળું તૂટેલી હાલતમાં છે તેથી વિષ્ણુભાઇ ઘરેથી દુકાન આવી તપાસ કરતાં દુકાનના મેઇન લોખંડની જાળી તેમજ તેની પાછળનુ શટલ અને દરવાજા ખુલ્લા હતા અને ત્રણેયના નકુચા તુટેલ હાલતમાં હતા. તેથી દુકાનમાં મૂકેલો ઘીનો સ્ટોક તપાસતા અમુલ ગાયનુ ધી ના બોક્સમાંથી ૨૦ પાઉચ, સાગર ઘી બોક્સમાંથી બે પાઉચ, સી.સી.ટી.વી કેમેરાનું ડિવીઆર સહિત રૂપીયા ૧,૨૫,૦૦૦ની કોઈ ઇસમે ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે તેમણે અજાણ્યા ઈસમ સામે કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો