- સમગ્ર ઘટના અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ
- પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી
મહેસાણા, શુક્રવાર
ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તસ્કરોને જાણે પોલીસનો ડર જ ના હોય એમ ખુલ્લે આમ ચોરીને અંજામ આપી રહ્યા છે. તેવામાં મહેસાણામાં વધુ બે ગાડીઓના કાચ ફોડી રુપીયા અને જરૂરી ડોક્યુમેન્ટ ચોરી જવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.