Gujarat

રાજ્યમાં બે મહિનામા કોરોનાની ત્રીજી લહેરનો અંત આવશે : ડો.તેજસ પટેલ

રાજ્યમાં બે મહિનામા કોરોનાની ત્રીજી લહેરનો અંત આવશે : ડો.તેજસ પટેલ

- વેક્સિનેશન થયું હોવાથી લોકો સંક્રમિત થાય છે પણ હોસ્પિટલમાં ઓછું જવું પડે છે
- ઓમિક્રોન ચેપી છે પણ જીવલેણ નથી, તેનાથી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂરી
- રસીના બંને ડોઝ લીધા હોય તે વ્યક્તિ સંક્રમિત થાય તો પણ મૃત્યુનું જાેખમ ઘટી જાય છે 

ગાંધીનગર, શનિવાર

   રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે અને કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે તો સામાન્ય માણસોમાં પણ ફફડાટ ફેલાયો છે. કોરોનાની બીજી ઘાતક લહેરમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને એવી જ આ ત્રીજી લહેરમાં તેનું પુનરાવર્તન થશે તો શું હાલ થશે તેવી ચિંતા સૌ કોઈને સતાવી રહી છે. જાે કે, અગાઉ અનેક ડોક્ટરો પણ કહી ચૂક્યા છે કે, કોરોનાની આ ત્રીજી લહેર ઘાતક નહી હોય, અત્યારે કેસમાં ઉછાળો આવ્યો છે પણ તેની સામે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડે તેની સ્થિતિ તદ્દન નજીવી છે.

  દર્દીઓ ઘેર બેઠા જ સારવાર લઈ રહ્યા છે અને પાંચથી સાત દિવસમાં સાજા થઈ રહ્યા છે. ગુજરાત કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો.તેજસ પટેલે પણ કહ્યું છે કે, બે મહિનામાં ત્રીજી લહેરનો અંત આવી જશે. જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમણે ડરવાની જરૂર નથી. આવી વ્યક્તિ સંક્રમિત થાય છે તો પણ તેણે હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી. આવા દર્દીઓમાં મૃત્યુનું જાેખમ પણ ઘટી જાય છે. જે રીતે અગાઉ એપ્રિલ મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો અને મે મહિનાના અંતમાં કોરોનાના કેસ એકદમ ઘટવા લાગ્યા હતા તેવું ત્રીજી લહેરમાં બનવાનું છે અને અત્યારે ભલે કેસમાં ઉછાળો આવી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં કેસ વધશે પણ ફેબ્રુઆરીના અંતમાં કોરોનાના કેસમાં એકદમ ઘટાડો થઈ જશે. બે મહિના મહત્વપૂર્ણ છે અને તેમાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 

  રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરે માથું ઊંચક્યું છે જેના કારણે રાજ્ય સરકારને પણ વાઈબ્રન્ટ સહિતના કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. કોરોનાની ત્રીજી લહેર અગાઉની બીજી લહેર જેવી ઘાતક બનશે તો હાલત કફોડી બનશે તેવો ડર લોકોમાં જાેવા મળી રહ્યો છે. જાે કે, લોકોએ ડરવાની કે ગભરાવવાની કોઈ જરૂર નથી તેવું ડોક્ટરો પણ અગાઉ કહી ચૂક્યા છે. તાજેતરમાં ગુજરાત કોરોના ટાસ્કફોર્સના સભ્ય ડો.તેજસ પટેલે કહ્યું કે, બે મહિનામાં કોરોનાની ત્રીજી લહેરનો અંત આવશે, જે લોકોએ રસી લીધી નથી તે રસી લઈ લે, કેમ કે, રસી કોરોના સામે રક્ષણ આપે છે. ઓમિક્રોન ચેપી છે પણ હાલના સંજાેગોમાં તે જીવલેણ જાેવા મળ્યો નથી.

   રાજ્યમાં વેક્સિનેશન સારું થયું હોવાથી અત્યારે કેસમાં ઉછાળો આવ્યો છે પણ દર્દીઓને તેની નજીવી અસર થઈ રહી છે. દર્દીઓને હોસ્પિટલમાં જવાની પણ જરૂર પડતી નથી. જેમણે રસીના બંને ડોઝ લીધા હશે તેવા લોકો સંક્રમિત થાય છે તો પણ તેમનું મૃત્યુનું જાેખમ ઘટી જાય છે, તેઓ સામાન્ય ચેપનો ભોગ બને છે અને ઘરે સારવાર લઈને પાંચથી સાત દિવસમાં સાજા પણ થઈ જાય છે. રાજ્યમાં હાલ જેટ ગતિએ કોરોનાના કેસ વધ્યા છે પણ હજુ મૃત્યુદર ઓછો જાેવા મળી રહ્યો છે તો તેની સાથે સાથે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર ઓછી પડી રહી છે. જાે કે, આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ કેટલી હદે વધે છે તેના ઉપર આરોગ્ય વિભાગ પણ નજર રાખી રહ્યો છે. અગમચેતીના ભાગરૂપે જરૂરી આરોગ્ય વિષયક સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

રાજ્યમાં બે મહિનામા કોરોનાની ત્રીજી લહેરનો અંત આવશે : ડો.તેજસ પટેલ