International

વિશ્વની સૌથી પહેલી જેલ, આજે ભૂતોનો અડ્ડો

- તમને ખબર છે સૌથી પહેલી જેલ ક્યાં બની હતી ?

- વાંચો પહેલી જેલની ડરામણી વાતો

નવી દિલ્હી, , બુધવાર

  જેલમાં જવાના નામથી પરસેવા છૂટી જાય છે. પણ તમને ખબર છે આ જેલનો કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી? શું તમે જાણો છો કે વિશ્વની પ્રથમ જેલ ક્યાં બનાવવામાં આવી હતી? આપણા દેશમાં પણ હજારો જેલો છે. જેમાં લાખો કેદીઓ કેદ છે. આજે અમે તમને એક એવી જેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાની પહેલી જેલ કહેવામાં આવે છે. આ જેલ લગભગ 200 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી પરંતુ હવે આ જેલમાં ભૂતોના કાયમી ધામા છે. વિશ્વની પ્રથમ જેલ અમેરિકાના પેન્સિલવેનિયામાં બનાવવામાં આવી હતી. જે હાલ ખંડેર હાલતમાં છે. ઇસ્ટર્ન સ્ટેટ પેનિટેન્ટરીને વિશ્વની પ્રથમ જેલ માનવામાં આવે છે. હવે જ્યારે આ જેલનું નિર્માણ થયું ત્યારે તેને એક આદર્શ જેલ તરીકે માનવામાં આવતી હતી. જેલ એ સજા નહીં પણ કેદીઓના સુધારની જગ્યા મનાતી હતી, એ આ જેલ બનાવવા પાછળનો હેતુ હતો. આ જેલ અનેક જેલોના નિર્માણ માટે એક મોડેલ બની હતી. પરંતુ થયું એનાથી ઉલટું જ. આજે તેને કુખ્યાત કેદીઓ માટે 'પૃથ્વી પરના નર્ક' તરીકે ઓળખવામાં આવે છે.  આ જેલમાં દુનિયાના સૌથી ખતરનાક કેદીઓને રાખવામાં આવતા હતા, હવે આજે આ જેલ ભૂતનો અડ્ડો બની ગઈ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અમેરિકન રાજ્ય પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયા શહેરમાં 1829માં બનેલી આ જેલ 1971 સુધી કાર્યરત રહી. આ જેલમાં કુખ્યાત કેદીઓની સાથે ખૂબ અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. શરૂઆતમાં આ જેલ માત્ર 250 કેદીઓ માટે જ બનાવવામાં આવી હતી. પરંતુ પાંચ દાયકામાં આ સંખ્યા વધીને 1000થી વધુ થઈ ગઈ. જે બાદ જેલમાં કેદીઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી. કહે છે કે આ જેલમાં કેદીઓ નરક જેવું જીવન જીવતા હતા. એક નાની કોટડીમાં બે કેદીઓને એકસાથે રાખવામાં આવતા હતા. 1900ના દાયકાની શરૂઆતમાં આ જેલમાં જીવલેણ બીમારી ફેલાઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં કેદીઓ મૃત્યુ પામ્યા હતા. શિયાળામાં આ જેલમાં તાપમાન માઈનસ થઈ જતું હતું અને હાડકાં તોડી નાખતી ઠંડીને કારણે કેદીઓ ધ્રૂજતા. પરંતુ ઠંડીમાં ઠૂઠવાયું કે મોતને ભેટવું એ આ જેલની સજાનો જાણે એક ભાગ હતો.

  ઈસ્ટર્ન સ્ટેટ પેનિટેન્ટરી તરીકે ઓળખાતી આ જેલની ઘણા અંચબો પમાડે તેવી ઘટનાઓ છે. 1961માં બનેલી એક ઘટના રસપ્રદ છે. કહેવાય છે કે અહીં રખાયેલા 800થી વધુ કેદીઓએ ગાર્ડ્સ પર ત્રાસનો આરોપ લગાવીને હુમલો કર્યો હતો. આ જેલમાં મોટી સંખ્યામાં કેદીઓ પૈકી કેટલાક કુખ્યાત ગુનેગારો પણ હતા. તેમાં શિકાગોના ગેંગસ્ટર અલ કેપોનનું નામ પણ સામેલ છે. અલ કપોન લગભગ એક વર્ષ સુધી આ જેલમાં કેદ રહ્યો હતો. ઈસ્ટર્ન સ્ટેટ જેલને 1971માં બંધ કરવામાં આવી હતી. એ બાદ બે દાયકા સુધી તે ખાલી પડી હતી. આ સમય દરમિયાન જેલ સંપૂર્ણ ખંડેર બની ગઈ. રખડતી બિલાડીઓએ તેના ભાંગી પડતા ઓરડાઓ પર કબજો કર્યો. આસપાસ દૂર-દૂર સુધી કોઈ સાંજ પછી અહીં ફરકવાની હિમ્મત નથી કરતું, સાંજે અહીં આવનારા લોકોને ભયાનક ચીસો અને અવાજો સંભળાય છે. જોકે, તેમ છતાં 1994માં જેલને ઇતિહાસ પર્યટન માટે લોકો માટે ફરીથી ખોલવામાં આવી હતી. એટલું જ નહીં આ જેલને અમેરિકાની સૌથી હોન્ટેડ જગ્યાઓમાંની એક જાહેર કરવામાં આવી છે. આજે પણ આ જેલમાંથી વિચિત્ર અવાજો આવે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

વિશ્વની સૌથી પહેલી જેલ, આજે ભૂતોનો અડ્ડો