District

નાના ચિલોડા સર્કલ ખાતે પાર્ક કરેલ મારૂતી સ્વીફ્ટ કારની ચોરી : નોંધાઈ ફરિયાદ  

નાના ચિલોડા સર્કલ ખાતે પાર્ક કરેલ મારૂતી સ્વીફ્ટ કારની ચોરી : નોંધાઈ ફરિયાદ  

- 6 લાખની કિંમતની મારૂતી સ્વીફ્ટ કારની ચોરી થતા ડભોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ 
- દસક્રોઇ ખાતે રહેતા યુવકે ડભોડા પોલીસ સ્ટેશને આ ચોરીની ફરિયાદ નોંધાવી 

ગાંધીનગર, બુધવાર 

  ગાંધીનગરના નાના ચિલોડા સર્કલ ખાતે પાર્ક કરેલ મારૂતી સ્વીફ્ટ કારની ચોરી થઇ છે. મારૂતી સ્વીફ્ટ કારની ચોરી થતા ડભોડા પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાઈ છે. શૈલેષ ગોવિંદજી લક્ષ્મણજી બારૈયા નામના યુવકે આ ફરિયાદ નોંધાવી છે. 

   શૈલેષ ગોવિંદજી લક્ષ્મણજી બારૈયા ઉ.વ.23, ધંધો-ફોટોગ્રાફી, રહે-પસુંજની મુવાડી, તા.દસક્રોઇ, જી.અમદાવાદ ખાતે રહેતા યુવકે ડભોડા પોલીસ સ્ટેશને આ ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેઓ પરીવાર સાથે રહે છે અને ઘરેથી ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. તેઓના લગ્ન થઇ ગયેલ છે. અને તેમના માતા-પિતા તથા પરીવાર સાથે  રહે છે. તેમના મારા પિતાજી ખેતી કામનો વ્યવસાય કરે છે. અને સને 2022 માં તેમના પિતાજી ગોવિંદજી લક્ષ્મણજીએ રૂ.1,45,000/- રોકડા ભરી બાકીના પૈસાની મહીન્દ્રા ફાયનાન્સની રૂ. 6 લાખની લોન કરી કાકરીયા ખાતે આવેલ કટારીયા ઓટો મોબાઇલ્સ માંથી મારૂતી સ્વીફટ ગાડી નવી છોડાવેલ.અને તેઓ દસક્રોઇ તાલુકાના રહેવાસી હોવાથી અવાર નવાર નાના ચિલોડા આવતા જતા હતા તે દરમ્યાન કરાઇ ખાતે રહેતા દીપક કરમશી રબારી સાથે નાના ચિલોડા ચોકડી ઉપર પરીચય થતા એકબીજા અવાર નવાર મળતા રહેતા હતા.

 ગઇ તા.06/07/2022 ના રોજ આ દીપકનો તેના ઉપર ફોન આવેલ અને નાના ચિલોડા સર્કલ ખાતે આવવા જણાવ્યું હતું અને રાત્રીના સાડા આઠેક વાગે નાના ચિલોડા સર્કલ ખાતે ગયેલા ત્યારે ત્યાં દીપક કરમશી દેસાઇને મળ્યો હતો. તેમની સાથે બીજા ત્રણ-ચાર માણસો પણ હતા. અને આ દીપકે    દીપેશ્વરી માતાજીનુ લેબઉંટરડા ખાતે મંદીર આવેલ છે. ત્યાં દર્શન કરવા જવુ છે તારી ગાડી સર્કલ નજીક નાયરા પેટ્રોલ પંપ ખાતે સર્વીસ રોડ ઉપર સાઇડમાં મુકી દે આથી તેઓએ ગાડી પાર્ક કરેલ અને લોક કરેલ ચાવી તેમની પાસે હતી. ત્યારબાદ તેઓ બધા દીપકની સ્કોર્પિયો ગાડીમાં રાત્રીના નવેક વાગે લેબઉંટરડા ગામે જવા રવાના થયેલ અને મોડી રાત્રીના આશરે સાડા બારેક વાગે પરત ફરતા નાના ચિલોડા સર્કલ પાસે પાર્ક કરેલ ગાડી જોવા મળેલ નહોતી.

  આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ ગાડી કયાંય જોવા મળેલ નહીં આથી દીપકે જણાવેલ કે તુ અત્યારે ઘરે જતો રહે અમે ગાડી શોધીએ છીએ તે જણાવી તેના ઘરેથી ડસ્ટર ગાડી મગાવી આપેલ હતી અને મને મારા પપ્પાની ખુબ બીક લાગતી હોય તેઓ પાવાગઢ ખાતે ડસ્ટર ગાડી લઇને જતો રહેલ અને ફોટોગ્રાફીનુ કામકાજ હોય અવાર નવાર 10-15 દીવસ બાર રહેવાનુ થતુ હોય ઘરે આઉટડોર શુટીંગ માટે બહાર છું તેમ જણાવેલ હતુ અને પાવાગઢ ખાતે સાતેક દીવસ ધર્મશાળામાં રોકાયેલ હતો. ત્યારબાદ મારી સાસરી કઠલાલની બાજુમાં હલ્દરવાસ ગામ છે ત્યાં રહેવા જતો રહેલ અને ત્યાં પંદરેક દીવસ રોકાયેલ ત્યાં પણ ફોટોશુટનુ આ બાજુ કામ ચાલુ છે તેમ જણાવેલ અને દીવસ દરમ્યાન નાના ચિલોડા બાજુ ગાડી શોધવા આવતો હતો. અને રાત્રે હલ્દરવાસ ખાતે જતો રહેતો હતો.

  આમ 20 થી 25 દીવસ ગાડી શોધવા છતાં મળેલ ન હોય તેમજ તેમના મિત્ર દીપક દેસાઇને પણ ગાડીની કોઇ ભાળ મળેલ ન હોય છેવટે કંટાળીને ઘરે ગયેલ અને તેના પિતાજીને ગાડી ચોરાયા અંગેની સમગ્ર હકીકતથી વાકેફ કરેલ અને ત્યારબાદ લગભગ પંદરેક દીવસ સુધી તેમના પિતાજીએ આ અંગે સગા સબંધીઓને જાણ કરેલ અને દરેક પાસેથી સલાહ સુચનો મેળવેલ હતા અને છેવટે તેમના પિતાજી તથા અમારા અન્ય સબંધીઓ ગાડીની શોધખોળ માટે નાના ચિલોડા આવેલા અને ત્યાંથી કરાઇ ખાતે દીપક દેસાઇના ઘેર પણ ગયેલા હતા. અને દીપકે પણ મારા પીતાજીને ખરેખર ગાડી ચોરાઇ ગઇ છે તે વાતથી માહીતગાર કરેલ હતા. અને પોતે પણ ગાડી શોધે છે તેવી પણ વાત કરેલ હતી. અને આપણે ભેગા થઇને ગાડી શોધી કાઢીશુ તેવુ પણ જણાવેલ હતુ.

   આથી ફરી એક વાર બધાએ આ સ્વીફટ ગાડી શોધવા અંગેના પ્રયત્નો ચાલુ કરેલા અને આશરે એકાદ મહીના સુધી ગાડી શોધવા છતાં ન મળતા છેવટે અમે બધા વલાદ આઉટ પોસ્ટ ખાતે ગયેલા અને ત્યાં એક હેડ કોન્સ્ટટેબલને મળેલા જેઓનુ નામ- વસંતભાઇ હોવાનુ જાણવા મળેલ તેઓને સમગ્ર હકીકતથી વાકેફ અને બનાવને બે માસ જેટલો સમય થઇ ગયેલ હોય આ બાબતે એક વકીલ પાસે અરજી ટાઇપ કરાવી તા.04-09-2022ના રોજ કોઇ અજાણ્યો ઇસમ સ્વીફ ગાડી ચોરી ગયો હોય તેવી  અરજી આપેલ હતી. અને ત્યારબાદ અવાર નવાર ગાડી શોધવા જતા હતા અને આ બાબતે વલાદ ખાતે પણ પુ પરછ કરવા જતા હતા. અને તા.22-09-2022 ના રોજ હે.કો. વસંતભાઇ રૂબરૂ એક નિવેદન પણ લખાવેલ હતુ જેમાં દીપક દેસાઇએ જુહાપુરા ખાતે વાસુભાઇ નામના માણસ પાસે તારી ગાડી કોઇએ ગીરવે મુકી છે તેવુ જાણવા મળેલ છે તેમ જણાવેલ અને આ વાસુભાઇનો મો.નં. પણ આપેલ પરંતુ આ વાસુભાઇનો કોન્ટેક કરતા તેઓએ આ મારી ગાડી ઇમ્તીયાઝભાઇએ ગીરવે આપેલ છે તેવુ જણાવેલ અને વાસુભાઇએ આ ગાડી દાંતીવાડા ખાતે મનુભાઇને ગીરવે આપેલ છે તેમ જણાવેલ આથી મે ઇમ્તીયાઝભાઇ પાસેથી મનુભાઇનો નંબર માગેલ અને મનુ ભાઇનો કોન્ટેક કરી સ્વીફટ ગાડી બાબતે પુછતા મનુભાઇએ મને કહેલ કે આ નંબરની સ્વીફટ ગાડી મારા ભાણીયા જોડે બે લાખ રૂપીયામાં ગીરવે આવેલ છે અને હાલ દાંતીવાડા ખાતે છે. તમારે છોડાવવી હોય તો બે લાખ આપી છોડાવી જાવ.

   આથી આ બાબતે દીપક દેસાઇને વાત કરતા દીપક દેસાઇ તથા અન્ય મિત્રો સાથે દાંતીવાડા જવા નિકળેલ અને દાંતીવાડા પહોચીયે તે પહેલા રસ્તામાં એક હોટલ પાસે દીપકે ગાડી ઉભી રાખેલ અને તે ફોન ઉપર બીજી કોઇ વ્યક્તિ સાથે વાત કરતો હતો અને ત્યાં રોડની સામેના ભાગે દૂર એક સ્વીફટ ગાડી પડેલ હતી તે મને દૂરથી દેખાડેલ અને કહેલ કે આ ગાડી તારી હોય એવુ લાગે છે પરંતુ એ ગાડી મારી હોવાનુ મને જણાયેલ નહીં. અને દીપકે ગાડી છોડવા માટે એ લોકો બે લાખ રૂપીયા માગે છે તેમ જણાવેલ પરંતુ કોણ માગે છે તેવુ જણાવેલ નહીં. અને ત્યાંથી પરત આવી ગયેલ હતા. તેના બે દીવસ પછી વાસુભાઇનો ફોન આવેલ અને કહેલ કે મને ઇમ્તીયાઝભાઇએ ગાડી આપેલી અને મે મનુભાઇને બે લાખ રૂપીયામાં ગીરવે આપેલ છે. આવી બધી વાતો થતા મે મારૂ નિવેદન લખાવેલ હતુ. બાદ અવાર નવાર વલાદ આઉટ પોસ્ટ ખાતે વસંતભાઇનો રૂબરૂ તેમજ ફોનથી સંપર્ક કરેલ હતો પરંતુ મારી ગાડીની કોઇ ભાળ મળેલ ન હતી. બાદમાં સપ્ટેમ્બર-2023 ના રોજ તેમના પીતાજીના નામ ઉપર પાલનપુર પોલીસની નોટીસ આવેલ કે તમારી સ્વીફટ ગાડી નં. જી.જે.27.ઇ.એ.3085 વાળી ઇંગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ છે અને નિવેદન માટે બોલાવેલ આથી તેમના પીતાજી સાથે પાલનપુર તાલુકા પો.સ્ટે. ખાતે ગયેલા અને ઉપરોક્ત હકીકત પોલીસ સમક્ષ જણાવેલ હતી.

   અમારી ગાડી ઇગ્લીશ દારૂમાં પકડાયેલ હોય પરંતુ આ ગાડી તા.6-7-2022 ના રોજ નાના ચિલોડા સર્કલ નાયરા પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલ હતી ત્યાંથી ચોરાઇ ગયેલ હોવાથી  વલાદ આઉટ પોસ્ટમાં અરજી આપેલ હતી. તે અરજી લઇને વકીલ સાથે ગાંધીનગર આઇ.જી. ની ઓફીસે ગયેલા અને વલાદ આઉટ પોસ્ટ ખાતે આપેલ અરજીની કોપી ત્યાં આપેલ હતી. અને આજે રૂબરૂ આવી ફરિયાદ નોધાવીએ છીએ. તો મારૂતી સ્વીફટ સફેદ કલરની ગાડી નં.જી.જે.27.ઇ.એ.3085 કી.રૂ. 6 લાખ છે. તો ગાડી જુલાઇ 2022માં ચોરાયેલ પરંતુ શોધખોળમાં હોવાથી અમે બે માસ બાદ સપ્ટેમ્બર-2022 માં વલાદ આ.પો.ખાતે અરજી આપેલ હતી. તો સ્વીફ્ટ કાર ચોરનાર ઈસમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ નોંધાવી છે. આરોપી પાસેથી સ્વિફ્ટ કાર ઝડપી પાડવા તપાસ શરુ કરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

નાના ચિલોડા સર્કલ ખાતે પાર્ક કરેલ મારૂતી સ્વીફ્ટ કારની ચોરી : નોંધાઈ ફરિયાદ