- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારે પંચાયત વિભાગ પાસેથી માહિતી માગી
- બે અઢી દાયકા કરતા વધારે સમયથી નજીવા પગારમાં કામ કરતા કર્મીઓમાં આનંદ છવાયો
ગાંધીનગર,બુધવાર
અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક-પટાવાળા મહામંડળ દ્વારા પંચાયતોમાં નજીવા વેતને ફરજ બજાવતા અંદાજે ૧૦ હજાર કરતા વધારે કર્મચારીઓની વર્ષો જૂની માગણીઓનો નજીકના સમયમાં સુખત અંત આવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારે આવા કર્મચારીઓની પંચાયત વિભાગ પાસે માહિતી માગી છે અને નજીકના દિવસોમાં કર્મચારીઓની માગણીઓ ઉકેલાઈ શકે છે. વર્ષોથી મહેનતાણું વધે અને અન્ય સરકારી લાભ મળે તેની રાહ જાેઈને બેઠેલા કર્મચારીઓમાં આનંદની લાગણી જાેવા મળી રહી છે.