Gujarat
ભાજપના આ ૨૨ સાંસદો બિસ્તરા પોટલા બાંધવાની તૈયારી રાખે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
6, October 2023
- નબળી કામગીરીના કારણે ૨૨ સાંસદોને ઘેર બેસાડવાનો તખ્તો તૈયાર
- વર્તમાન લોકસભાના માત્ર ૪ સાંસદો રિપીટ કરવામાં આવે તેવી વકી
ગાંધીનગર,શુક્રવાર
ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપવા માટે જાણીતો છે અને આ પ્રયોગ આગામી લોકસભાની ચૂંટણીમાં પણ જાેવા મળી શકે છે અને જેના કારણે વર્તમાન સાંસદોમાંથી ઘણા ખરાના પત્તા કપાઈ શકે છે. માત્ર ત્રણ કે ચાર સાંસદો રિપીટ થઈ શકે છે. ઘણા ખરા સાંસદો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાઠશાળામાં નાપાસ થયા છે અને એકંદરે તેમનો દેખાવ નબળો રહ્યો છે. પાટિલ ભાઉ વિધાનસભા બાદ, મહાપાલિકા, પાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતોમાં નો-રિપીટ થિયરી અમલી કરવાની જાહેરાત કરી ચૂક્યા છે અને જેના કારણે ભાજપના ધૂરંધૂર સાંસદોની ઊંઘ હરામ થઈ ચૂકી છે.
લોકસભાની ચૂંટણી આડે એક વર્ષ કરતાં ઓછો સમય બાકી છે ત્યારે ગુજરાતની તમામે તમામ ૨૬ બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને જેમાં નવા ઉમેદવારો શોધવા માટે પણ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલના ૨૨ જેટલા સાંસદોને ઘેર ભેગા કરવામાં આવી શકે છે. ભાજપ ગુજરાતમાં રાજકીય પ્રયોગ કરવામાં કોઈ કસર બાકી રાખતો નથી અને તેના ફાયદા અનેક ગણા થયા છે તે વિધાનસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જાેવા મળ્યા છે. સાંસદ તરીકે નબળી કામગીરી અનેક સાંસદોને નડી શકે છે તો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવિષ્ટ સાંસદોને પણ ટિકીટથી હાથ ધોવાની નોબત આવી શકે છે. ભાજપે માત્ર પાંચ સાંસદને રિપીટ કરી શકે છે જેમાં ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલનો સમાવેશ થાય છે તો જામનગરથી પૂનમ માડમને પણ રિપીટ કરવામાં આવી શકે છે. તાજેતરમાં રિવાબા જાડેજાના જન્મ દિવસે પાટિલે આ અંગે ગર્ભિત સંકેત પણ આપ્યો હતો.
ગુજરાત એ ભાજપની રાજકીય પ્રયોગ શાળા છે અને ભાજપ અહીંયા નવા નવા પ્રયોગ કરીને તેને સમગ્ર દેશમાં અમલી બનાવી રહ્યો છે. નો-રિપીટ થિયરીમાં ભાજપને ગુજરાતમાં સૌથી મોટો ફાયદો થયો હતો અને હવે એ જ પેટર્ન ઉપર લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી શકે છે. આ સિવાય ૨૨ જેટલા સાંસદોની ટિકીટ કાપવાનો તખ્તો તૈયાર કરી નાખવામાં આવ્યો છે જેમાં મોટાભાગના સાંસદોને અણસાર આવી ચૂક્યો છે કે હવે ૨૦૨૪માં પોતાની ટિકીટ કપાવવાની લગભગ ફાઈનલ છે. કેટલાક સાંસદોને નબળી કામગીરી ડૂબાડશે તો મંત્રી બનેલા સાંસદો પણ કંઈ ખાસ ઉકાળી શક્યા નથી અને જેના કારણે ભાજપ હવે કોઈ જાેખમ લેવા માગતો નથી.
આ સાંસદો બિસ્તરા-પોટલા બાંધી રાખે
ભાજપે ૨૨ સાંસદોને ઘેર ભેગા કરવાનો તખ્તો તૈયાર કરી દીધો છે જેમાં રાજેશ ચૂડાસમા (જૂનાગઢ), નારણ કાછડીયા (અમરેલી), મિતેશ પટેલ (આણંદ), દેવુસિંહ ચૌહાણ (ખેડા), રતનસિંહ રાઠોડ (પંચમહાલ), જશવંતસિંહ ભાભોર (દાહોદ), રંજનબેન ભટ્ટ (વડોદરા), ગીતાબેન રાઠવા (છોટા ઉદેપુર), પરભુ વસાવા ( બારડોલી), દર્શના જરદોસ (સુરત), કે.સી.પટેલ (વલસાડ), પરબત પટેલ (બનાસકાંઠા), દીપસિંહ રાઠોડ (સાબરકાંઠા), ભરત ડાભી (પાટણ), શારદાબેન પટેલ (મહેસાણા), હસમુખ પટેલ (અમદાવાદ પૂર્વ), ડો.કિરીટ સોલંકી (અમદાવાદ પશ્ચિમ), ડો.મહેન્દ્ર મૂંજપરા (સુરેન્દ્રનગર), મોહન કુંડારીયા (રાજકોટ), રમેશ ધડૂક (પોરબંદર)નો સમાવેશ થાય છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો