- અગાઉ શાહરૂખ ખાનના જવાને વિદેશમાં પણ ધૂમ મચાવી હતી
- ફિલ્મ 19 ઓક્ટોબરે રિલીઝ થશે
મુંબઈ,રવિવાર
પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુલબલી અને યશ સ્ટારર ફિલ્મ KGF ભારત સહિત સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. આ પછી શાહરૂખ ખાનના જવાને વિદેશમાં પણ ધૂમ મચાવી હતી. હવે દક્ષિણ ભારતનો વધુ એક સુપરસ્ટારની ફિલ્મે યુનાઇટેડ કિંગડમમાં એડવાન્સ બુકિંગના મામલામાં તમામ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. સાઉથના સુપરસ્ટાર વિજયની ફિલ્મ લિયો 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મે કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તરણ આદર્શના ટ્વીટ પ્રમાણે, 'લિયો ફિલ્મે યુકેમાં એડવાન્સ બુકિંગના મામલે અજાયબીઓ કરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર