Sports

પાકિસ્તાનનો આ ખતરનાક ખેલાડી બન્યો પૂજારાનો ફેન, કહ્યું- તે મારા માટે 'હીરો' છે

પાકિસ્તાનનો આ ખતરનાક ખેલાડી બન્યો પૂજારાનો ફેન, કહ્યું- તે મારા માટે 'હીરો' છે

- પૂજારા અને રિઝવાને આ મહિનાની શરૂઆતમાં ડરહામ સામે 154 રનની ભાગીદારી કરી 
- રિઝવાને પુજારાના વખાણ કરતા કહ્યું, “તે ખૂબ જ સરસ અને સુંદર વ્યક્તિ છે 

નવી દિલ્લી,બુધવાર 

  પુજારાએ કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન II માં સસેક્સ માટે રમતી વખતે બે સદી અને તેટલી બેવડી સદી ફટકારીને ટેસ્ટ ટીમમાં પરત ફરવાનો મજબૂત દાવો કર્યો છે. પૂજારા અને રિઝવાને આ મહિનાની શરૂઆતમાં ડરહામ સામે 154 રનની ભાગીદારી કરી હતી. બંને એક જ ટીમમાંથી રમી રહ્યા છે તેના માટે સોશિયલ મીડિયામાં સકારાત્મક ટિપ્પણીઓ પણ જોવા મળી રહી છે.
પુજારાના વખાણ કરતા રિઝવાને કહ્યું, “તે ખૂબ જ સરસ અને સુંદર વ્યક્તિ છે. તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અદ્ભુત છે. જો તમને તેમની પાસેથી કંઈક શીખવાની તક મળે તો તમારે તે શીખવું જોઈએ.'' તેણે કહ્યું, 'મેં અહીં કોચને એકાગ્રતા વિશે પણ કહ્યું હતું. પાકિસ્તાનના વિકેટ-કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન લાંબા ગાળાની ક્રિકેટમાં તેની રમતમાં સુધારો કરવા માટે તેના કાઉન્ટી સાથી ચેતેશ્વર પૂજારા જેવી જ એકાગ્રતા ઈચ્છે છે. 2021માં ICC પ્લેયર ઓફ ધ યર જાહેર કરાયેલા રિઝવાન પાકિસ્તાનના યુનિસ ખાન અને ફવાદ આલમને અતૂટ એકાગ્રતા સાથે બેટિંગના મામલે વિશેષ શ્રેણીમાં રાખતો હતો, પરંતુ હવે તેણે પૂજારાને પણ આ યાદીમાં સામેલ કરી લીધો છે.

    રિઝવાને 'ક્રિવિક'ને કહ્યું, 'જ્યાં સુધી મારો અને પૂજારાનો સંબંધ છે, મને કંઈ અજુગતું લાગ્યું નથી (ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટના સંદર્ભમાં). જો તમે તેને પૂછશો, તો મને આશા છે કે તેનો જવાબ સમાન હશે. હું તેની સાથે ઘણી વાતચીત કરું છું, તેને હેરાન કરું છું અને ટીમમાં દરેક વ્યક્તિ આ જાણે છે. પુજારાના વખાણ કરતા રિઝવાને કહ્યું, “તે ખૂબ જ સરસ અને સુંદર વ્યક્તિ છે. તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અદ્ભુત છે. જો તમને તેમની પાસેથી કંઈક શીખવાની તક મળે તો તમારે તે શીખવું જોઈએ.'' તેણે કહ્યું, 'મેં અહીં કોચને એકાગ્રતા વિશે પણ કહ્યું હતું. મારી સમગ્ર કારકિર્દી દરમિયાન એકાગ્રતાની બાબતમાં મને જે ખેલાડીઓ ટોચના મળ્યા તેમાં યુનિસ ભાઈ, ફવાદ આલમ અને તે (પુજારા) ત્રીજા સ્થાને છે. હું આ બાબતમાં આ ત્રણ ખેલાડીઓને પ્રથમ રેટ કરું છું. રિઝવાને કહ્યું, 'એક સમય એવો આવે છે જ્યારે તમારી એકાગ્રતાનું સ્તર ઘટવા લાગે છે. હું એ જાણવાનો પ્રયાસ કરીશ કે આ ત્રણેય ખેલાડીઓ આટલા તીવ્ર ધ્યાન અને એકાગ્રતા સાથે કેવી રીતે બેટિંગ કરે છે. હું યુનિસ ભાઈ સાથે વાત કરું છું,
નિયમિતપણે મર્યાદિત ઓવરોની ક્રિકેટ રમવાથી લાંબા ફોર્મેટમાં બેટિંગને અસર થઈ શકે છે અને રિઝવાને કહ્યું કે પૂજારાની સલાહથી તેને આમાં મદદ મળી. 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

પાકિસ્તાનનો આ ખતરનાક ખેલાડી બન્યો પૂજારાનો ફેન, કહ્યું- તે મારા માટે 'હીરો' છે