
- એચએસ પ્રણોયે મેથિયાસ કિકલિટ્ઝ સામે ભારત માટે 21-9, 21-થી જીત મેળવી હતી
- ભારત આગામી સોમવારે ગ્રુપમાં કેનેડા સામે ટકરાશે
નવી દિલ્લી,સોમવાર
ભારતીય ટીમે રવિવારે થાઈલેન્ડમાં થોમસ કપ ફાઇનલમાં તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી અને રવિવારે તેની શરૂઆતની ગ્રુપ સી મેચમાં જર્મનીને 5-0થી હરાવી હતી. ભારતના વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેને જર્મનીના મેક્સ વેઇસ્કિર્ચન સામે 21-16, 21-13થી જીત મેળવીને સારી શરૂઆત કરી હતી. ભારત આગામી સોમવારે ગ્રુપમાં કેનેડા સામે ટકરાશે.

જર્મની ઉપરાંત કેનેડા, ચાઈનીઝ તાઈપેઈ અને ભારત ચાર ટીમોના પૂલ સીમાં સામેલ છે. સેને તેના પ્રતિસ્પર્ધી પર પ્રારંભિક 3-1ની સરસાઈ મેળવી, અને વેઇસ્કીર્ચેનને કોઈ તક ન આપતાં સંપૂર્ણ નિયંત્રણમાં હતું. કિદામ્બી શ્રીકાંતને પણ કાઈ શેફરને હરાવવા માટે ત્રણ ગેમની જરૂર હતી, ત્યારબાદ તેણે 18-21, 21-9, 21-11થી હરાવીને ભારતને 3-0ની લીડ અપાવી હતી. સાતવકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ટોચની ડબલ્સની જોડીએ જોન્સ રાલ્ફી જેન્સન અને માર્વિન સીડેલને 21-15, 10-21, 21-13થી ત્રણ સેટમાં પરાજય આપી ભારત માટે 2-0ની સરસાઈ મેળવી હતી. એમ.આર.અર્જુન અને ધ્રુવ કપિલાએ બજાર્ને ગેઈસ અને જેન કોલિન વોલ્કરને 25-23, 21-15થી સીધી ગેમમાં હરાવીને 4-0થી જીત નોંધાવી હતી અને એચએસ પ્રણોયે મેથિયાસ કિકલિટ્ઝ સામે ભારત માટે 21-9, 21-થી જીત મેળવી હતી.


