Gujarat

રસીના બંને ડોઝ લીધા હોય તે કોરોનાથી સંક્રમિત થાય છે પણ અસર ઓછી થાય છે : ડો.દિલીપ માવલંકર 

રસીના બંને ડોઝ લીધા હોય તે કોરોનાથી સંક્રમિત થાય છે પણ અસર ઓછી થાય છે : ડો.દિલીપ માવલંકર 

- રસી ન લીધી હોય તેમણે કોરોના સંક્રમણનું જાેખમ 10 ટકા વધી જાય છે, મોતનું જાેખમ 20 ટકા વધી જાય છે
- જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિના મુશ્કેલભર્યા બનશે, ભીડભાડવાળી જગ્યાએ જવાનું સદંતર ટાળો 
- એન-95 માસ્ક પહેરો કેમ કે તે કોરોનાના ચેપના ફેલાવા સામે રક્ષણ આપે છે : સામાજિક પ્રસંગોમાં જવાનું ટાળો 
- સવારે રોજ અડધો કલાક શરીરને સૂર્યપ્રકાશ આપો, તે શક્ય ન બને તો વિટામીન-ડીની ગોળીઓ લો 

ગાંધીનગર, શુક્રવાર 

  રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને જેના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફેલાય તે સ્વાભાવિક છે. કોરોનાના અગાઉના બે રાઉન્ડ જાેઈ ગયેલા લોકોના મગજમાંથી હજુ પણ એ લોકડાઉનના દિવસો નીકળતા નથી. તેમાં ય ગત વર્ષે એપ્રિલ-મે મહિનામાં આવેલી કોરોનાની ઘાતક બીજી લહેરને હજુ કોઈ વિસરી શક્યું નથી. રાજ્યમાં દિવાળી પહેલાં પણ ડોક્ટરો ચેતવણી આપતા હતા કે, ત્રીજી લહેર આવવાની છે એટલે લોકો બેદરકાર રહે નહી. જાે કે, સરકાર અને લોકોને એવું લાગ્યું હતું કે, હવે કોરોના આવશે નહી પરંતુ, એ ગણતરી ખોટી પડી છે. રાજ્યમાં હવે કોરોનાએ રફ્તાર પકડી છે અને આગામી બે મહિના મુશ્કેલભર્યા બની રહેવાના છે. જાે કે, તેનાથી ડરવાની પણ જરૂર નથી અને સાવચેતી એ જ સલામતી હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડો.દિલીપ માવલંકરે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ વધ્યું છે પણ તે હજુ માઈલ્ડ છે, જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓ સંક્રમિત થાય તો પણ તેઓને નહીવત અસર થાય છે અને તેમણે હોસ્પિટલાઈઝ થવાની પણ જરૂર પડતી નથી અને ઘરે જ રહી ને પાંચ-સાત દિવસમાં સાજા થઈ જાય છે. જે લોકોએ રસી નથી લીધી તેવા લોકોમાં કોરોનાનું સંક્રમણ ૧૦ ટકા વધી જાય છે અને મૃત્યુનું જાેખમ પણ ૨૦ ટકા વધી જાય છે. આથી જે લોકોએ રસીના બંને ડોઝ ન લીધા હોય તે અચૂક લઈ લે અને કોરોના સામે રક્ષણ મેળવે તે હિતાવહ છે. 

  તેમણે વધુમાં કહ્યું કે, બહાર જવાનું થાય ત્યારે હંમેશા માસ્ક પહેરવાનું ફરજિયાત રાખો. તમે માસ્ક પહેરો છો એટલે તમારી જાતને સુરક્ષિત કરી રહ્યા છો. બજારમાં અનેક માસ્ક મળે છે પણ હંમેશા એન-૯૫ માસ્ક પહેરવાના રાખો કેમ કે, તે કોરોનાના ચેપ ફેલાવા સામે રક્ષણ આપે છે. એન-૯૫ માસ્ક કન્ફર્ટેબલ હોય છે અને બજારમાં મળતા અન્ય સામાન્ય માસ્ક કરતાં કોરોના સામે અસરકારક સાબિત થાય છે. આ સિવાય કામ સિવાય બહાર જવાનું ટાળવું જાેઈએ, સવારે રોજ અડધો કલાક સૂર્યપ્રકાશ લેવાની ટેવ પાડવી જાેઈએ કેમ કે તેના થકી આપણને વિટામીન-ડી મળે છે. જાે તેમ કરવામાં ન આવે તો વિટામીન-ડીની ગોળીઓ પણ લેવી જાેઈએ. ઘરે હોય કે ઓફિસ હંમેશા સોશિયલ ડિસ્ટન્સ રાખવું અનિવાર્ય છે, કોઈને મળો તો ખુલ્લામાં મળો અને તે સમયે પણ માસ્કને હંમેશા પહેરીને રાખો. કોરોનાની ત્રીજી લહેરમાં અત્યારે જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે પણ હાલ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ઓછી પડી રહી છે. કોરોનાની રસી અસરકાર તો છે પણ તેનાથી સંક્રમણ થતું નથી તે કહેવું મુશ્કેલ છે. ઓફિસમાં પણ કોઈ અજાણી વ્યક્તિ મળવા માટે આવે તો માસ્ક પહેરી રાખો અને ત્રણથી છ ફૂટનું અંતર જાળવી રાખો કેમ કે, તેટલા દૂરથી કોરોનાનો ચેપ લાગતો નથી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

રસીના બંને ડોઝ લીધા હોય તે કોરોનાથી સંક્રમિત થાય છે પણ અસર ઓછી થાય છે : ડો.દિલીપ માવલંકર