Gujarat

મહાઆંદોલનની શરૂઆત : વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન શરૂ 

મહાઆંદોલનની શરૂઆત : વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન શરૂ 

-  નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ જીવન નિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરો બન્યો 
-  નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી

ગાંધીનગર, સોમવાર 

   વિધાનસભા ચૂંટણી પહેલાં  મહાઆંદોલન  શરૂ થવાના એંધાણ શરૂ થયાં છે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવશે અને ઘરણાંનાં કાર્યક્રમની શરૂઆત  કરી છે. આ માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના પણ કરાઈ છે. ત્યારે આજે સોમવારે ફરીવાર વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ 1લી એપ્રિલ, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. તેને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કરાર આધારિત, ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ જીવન નિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરો બની રહેતો હોવાની ફરિયાદ કરી છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી છે.

   માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગમે બેઠકનું આયોજન કર્યું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડ સહિતના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો પણ હાજર રહ્યા. ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં માલધારીઓએ બેઠક બોલાવી છે. જેમાં કાયદો પરત નહીં ખેંચાવા પર આંદોલનની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે, અગાઉ મુખ્યમંત્રીએ કાયદો પરત ખેંચવાની ખાતરી આપી હતી. આમ છતાં કાચદો પરત નહીં ખેંચાતા માલઘારી સમાજે બેઠક બોલાવી છે. માલધારીઓની બેઠકમાં ધારાસભ્ય રઘુ દેસાઈએ નિવેદન આપ્યું હતું કે, વિવિધ પ્રકારે અમારું આંદોલન શરૂ રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે આંદોલન ન કરવા વિનંતી કરી હતી. જેથી અમે સરકારનું માન જાળવ્યું છે. હવે સરકાર અમારા સમાજનું માન સાચવે અમે કૃષ્ણ વંશજ છીએ. સરકાર અમને રાજનીતિ ન શીખવાડે રાજનીતિ અમારા લોહીમાં છે. સરકાર રાજનીતિ કરશે તો પરિણામ ભોગવવું પડશે.  બીજી તરફ સુરેન્દ્રનગરમાં ખેડૂતોના સતત બીજા પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. ખેડૂતોએ સૌની યોજનામાં પાણી ન મળતાં વિરોધ કરવામાં આવ્યો છે. અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, આગામી દિવોસમાં પાણીના પ્રશ્નો હલ નહી આવે તો આંદોલન કરવામાં આવશે. જેના પગલે સરપંચ સહિત અનેક આગેવાનોનું કલેક્ટર કચેરી સામે આંદોલન પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તંત્ર દ્વારા જિલ્લાના 28 ગામોમાં પાણીનો કાપ મુક્યો છે. ખેડૂતોમાં ઉનાળુ પાકોને નુકસાન થવાની સ્થિતી ઉભી થતાં વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં પાણી ન મળવા પર ખેડૂતોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી આપી હતી. 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

મહાઆંદોલનની શરૂઆત : વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન શરૂ