District

ગાંધીનગરમાં દ્વિચક્રી વાહનચાલકોને ટાર્ગેટ કરીને લૂંટ કરતી ટોળકીના ત્રણ ઇસમો ઝડપાયા 

ગાંધીનગરમાં દ્વિચક્રી વાહનચાલકોને ટાર્ગેટ કરીને લૂંટ કરતી ટોળકીના ત્રણ ઇસમો ઝડપાયા 

- ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પકડ્યા

- રૂ. 85,000 નો મુદ્દામાલ રિકવર કરાયો

ગાંધીનગર, બુધવાર

  ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમીના આધારે દ્વિચક્રી વાહન ચાલકોને લૂંટતી ટોળકીના ત્રણ ઇસમોને લીંબડીયા નજીક નર્મદા કેનાલના બ્રિજના છેડા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે મોબાઈલ ફોન તેમજ વાહન મળીને કુલ રૂપિયા ૮૫ હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે.  હાલમાં આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછ ગાંધીનગર એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  ગાંધીનગર એલ‌.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે, લીંબડીયા નર્મદા કેનાલના બ્રિજના છેડા પાસે કેટલાક ઈસમો શંકાસ્પદ હાલતમાં ઉભા છે. જે બાતમીના આધારે ટીમે સ્થળ ઉપર પહોંચી જઈને ધર્મેન્દ્ર ઉર્ફે વિવેક બંગાલીબાબુ દીવાકર (ધોબી) +રહે મેઘાણીનગર અમદાવાદ મૂળ રહે આગરા ઉત્તર પ્રદેશ), સત્યેન્દ્રસિંહ બદનસિંહ દિવાકર (ધોબી) (રહે આંબેડકર નગર મેઘાણીનગર મૂળ રહે આગરા) તથા દિનેશસિંહ રામબરન કુશવા (રહે. કલાપી નગર મેઘાણીનગર મૂળ રહે ભીડ, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઇલ તેમજ એક બાઈક મળી કુલ રૂપિયા ૮૫ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે, ગત તારીખ 18 સપ્ટેમ્બર 2023 ના રોજ તેઓએ તેમના અન્ય સાગરીત વિકિકસિહ ઉર્ફે વીક્કી સિકલવાર રિક્ષા લઈને આવ્યો હતો અને તેની સાથે મળી વલાદ બ્રિજના છેડા પાસે એક દ્વિચક્રી વાહન ચાલકને ઉભો રખાવી તેની સાથે મારામારી કરી, છરી બતાવી તેની પાસેથી એક્સેસ તથા રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લઈને ભાગી ગયા હતા. આ એક્સેસ વિક્કીસિંહે રસ્તામાં મૂકી દીધું હતું. જે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી્ આ ઈસમો દ્વારા દિવસ દરમિયાન હાઇવે ઉપર દ્વિચક્રી વાહન લઈને જતાં એકલદોકલ વાહનચાલકોને ટાર્ગેટ કરી તેમને માર મારી તેમની પાસેથી મોબાઇલ તેમજ રોકડની લૂંટ કરવામાં આવતી હતી. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. ટોળકીના અન્ય સાગરીતોની ધરપકડ કરવાના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો