- ગઈકાલે સાબરકાંઠાના હિંમતનગરમાં ૨૩ વર્ષીય યુવક પણ હાર્ટએટેકથી ઢળી પડ્યો હતો અને પછી આંખ જ ખૂલી નહી
- કોરોના મહામારી બાદ હાર્ટએટેકનું વધેલું પ્રમાણ સૌ કોઈ માટે ચિંતાજનક : ૨૦ કે ૨૫ વર્ષના યુવાનો શિકાર બની રહ્યા છે
ગાંધીનગર, રવિવાર
રાજ્યમાં કોરોના મહામારી બાદ હાર્ટએટેકના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે અને જેના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અગાઉ બે યુવકોએ હાર્ટએટેકથી જીવ ગુમાવ્યા છે અને આ યુવકો ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. જામનગરમાં ૧૯ વર્ષીય યુવક વિનીત કુંવરિયા અને જૂનાગઢમાં ૧૪ વર્ષીય યુવક ચિરાગ પરમાર ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. નબળા હૃદયના લોકો માટે આ નવરાત્રિ ભારે બની રહે તો નવાઈ નહી. નબળા હૃદયના લોકો નવરાત્રિમાં સાચવે તે હિતાવહ છે. આજે ફરીથી હાર્ટએટેકનો હાહાકાર જાેવા મળ્યો છે અને વીતેલા ૨૪ કલાકમાં જ આશાસ્પદ ત્રણ યુવકોના જીવ ગયા છે. જેમાં રાજકોટના જેતપુરમાં ૩૯ વર્ષીય દિલ બહાદુર શાસ્ત્રી નામના યુવકનું, સુરતના કીમમાં અંકુર ઘોડીયા નામના યુવકનું અને દાહોદમાં થિયેટર આર્ટિસ્ટ ભાસ્કર ભોજકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. ગઈકાલે સાબરકાંઠાના હિંમતનગરમાં પણ કેનેડાથી આવેલા ૨૩ વર્ષીય યુવકનું પણ હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર