International

ઇટાલીના વેનિસમાં દુઃખદ અકસ્માત, પ્રવાસીઓથી ભરેલી બસ બ્રિજ પરથી પડી, 21 લોકોના મોત, અનેક ઘાયલ

ઇટાલીના વેનિસમાં દુઃખદ અકસ્માત, પ્રવાસીઓથી ભરેલી બસ બ્રિજ પરથી પડી, 21 લોકોના મોત, અનેક ઘાયલ

- યુરોપિયન દેશ ઈટાલીમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે

- આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે

- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના વેનિસ શહેર નજીક બની હતી

ઈટાલી, બુધવાર

  યુરોપિયન દેશ ઈટાલીમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના વેનિસ શહેર નજીક બની હતી. શહેરના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત મંગળવારે સાંજે થયો હતો. જ્યારે પ્રવાસીઓથી ભરેલી બસ પુલ નીચે પડી હતી. બસ નીચે પડતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. જેમાં 21 લોકોના મોત થયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ કેમ્પિંગ ગ્રાઉન્ડ જઈ રહ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  સ્કાય ઇટાલિયા ટેલિવિઝન અનુસાર, બસમાં 40 લોકો સવાર હતા. જેમાંથી 21ના મોત થયા છે. જ્યારે 18 ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વેનિસ સિટી હોલે જણાવ્યું હતું કે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના લગભગ સાંજે 7.45 કલાકે થઈ હતી. જ્યારે બસ બ્રિજથી લગભગ 15 મીટર દૂર વીજ લાઈન પર પડી હતી અને આગ લાગી હતી.

મૃત્યુ પામેલાઓમાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે
  ગૃહ મંત્રાલયના સ્થાનિક પ્રતિનિધિ, વેનિસ પ્રીફેક્ટ મિશેલ ડી બારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં પાંચ યુક્રેનિયન અને એક જર્મન નાગરિકનો સમાવેશ થાય છે. ઇટાલિયન સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ફ્રાન્સ અને ક્રોએશિયાના મુસાફરો પણ બસમાં સવાર હતા. "બસ સંપૂર્ણપણે નાશ પામી છે. અગ્નિશામકોને ઘણા મૃતદેહોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી," ડી બારીએ સ્કાય ઇટાલિયા ટેલિવિઝનને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પીડિતોમાં બે બાળકો પણ સામેલ છે.ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વેનિસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે એક નિવેદનમાં કહ્યું કે તેમની સરકારની સંવેદના "પીડિતો, તેમના પરિવારો અને તેમના મિત્રો સાથે છે." તાજેતરના વર્ષોમાં ઇટાલીમાં આવા ઘણા અકસ્માતો થયા છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2017 માં, હંગેરિયન વિદ્યાર્થીઓને લઈ જતી બસ ઉત્તરીય શહેર વેરોના નજીક અકસ્માતનો ભોગ બની હતી. જેમાં 16 લોકોના મોત થયા હતા. જ્યારે 2013માં દક્ષિણ ઇટાલીમાં બ્રિજ પરથી બસ પડી જતાં 40 લોકોના મોત થયા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ઇટાલીના વેનિસમાં દુઃખદ અકસ્માત, પ્રવાસીઓથી ભરેલી બસ બ્રિજ પરથી પડી, 21 લોકોના મોત, અનેક ઘાયલ