District

મજરાથી પ્રાંતિજ તરફ જતા નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે પરપ્રાંતિય યુવાનનું કરૂણ મોત

મજરાથી પ્રાંતિજ તરફ જતા નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે પરપ્રાંતિય યુવાનનું કરૂણ મોત

- અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો 
- મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો 

પ્રાંતિજ, ગુરુવાર 

  મધ્યરપ્રદેશનો યુવાન મજરાથી પ્રાંતિજ તરફ જતા નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. રાહદારી તેમ જ નજીકમાં રહેતા અન્ય યુવાનના મિત્રો અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જે મામલે પ્રાંતિજ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

  વિગત અનુસાર ઉતરપ્રદેશના મહોલી ખાતે રહેતા રામદાસ વૃદાવનસિહ યાદવ સાબરકાંઠાના જીલ્લાના પ્રાંતિજ તાલકાના તાજપુર કુઇ ગામે કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. દરમિયાન ગઈ કાલે રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ તેઓ કંપનીના બનાવેલ ક્વાટૅસમાં હાજર હતા દરમિયાન કંપનીની નજીક મજરાથી પ્રાંતિજ તરફ જતા નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાતા બુમાબૂમ થતાં તેઓ ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરતાં તેમની સાથે કામ કરતા રવિકુમાર બારેલાલ અહરોઆર (રહે.દેવરી તા.દેવરી જી.સાગર, મધ્યરપ્રદેશ)ને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા તેમના શરીરે તેમ જ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેમનું ઘટના સ્થળે જ મોત થયાનું સામે આવ્યું હતું. તેથી અન્ય કામદારોને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે મામલે રામદાસ યાદવે અજાણ્યા વાહન ચાલક સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે. (તસવીર પ્રતિકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

મજરાથી પ્રાંતિજ તરફ જતા નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે પરપ્રાંતિય યુવાનનું કરૂણ મોત