District

અંબાજી મંદિર ટ્રસ્ટે જાહેરનામું બહાર પાડ્યું : ચાચર ચોકમાં આ વખતે મહિલાઓ અને પુરુષો અલગ અલગ ગરબા રમશે 

અંબાજી મંદિર ટ્રસ્ટે જાહેરનામું બહાર પાડ્યું : ચાચર ચોકમાં આ વખતે મહિલાઓ અને પુરુષો અલગ અલગ ગરબા રમશે 

- ઇતિહાસમાં પ્રથમવાર આવા નિયમો અંબાજી મંદિર ટ્રસ્ટે બનાવ્યા 
- ગરબા દરમિયાન પુરુષો અને મહિલાઓને અલગ અલગ જગ્યાએથી એન્ટ્રી મળશે

દાંતા, રવિવાર 

  આજથી આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિ દરમિયાન રાત્રે અંબાજી મંદિરમાં દર વર્ષે ચાચર ચોકમાં ગરબા પણ યોજતા હોય છે. નવ દિવસ અલગ અલગ કલાકારો દ્વારા ગરબાની રમઝટ જામતી હોય છે, ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર આવા નિયમો અંબાજી મંદિર ટ્રસ્ટે બનાવ્યા છે. ગરબા દરમિયાન પુરુષો અને મહિલાઓને અલગ અલગ જગ્યાએથી એન્ટ્રી મળશે. સાથે સાથે એન્ટ્રી તો ઠીક પરંતુ પુરુષ અને મહિલા સાથે ગરબા પણ રમી શકશે નહીં. 

  આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસથી જ અંબાજી અને પાવાગઢમાં ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી પડી છે. ભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. પ્રસિદ્ધ પાવાગઢમાં મધ્યપ્રદેશથી ભક્તો જ્યોત લેવા માટે આવતા હોય છે. અંબાજીમાં ગ્રામજનો અને દૂરથી આવેલા ભક્તો પણ ગરબામાં ઝૂમી ઊઠતા હોય છે. નવરાત્રીમાં ચાચર ચોકમાં ગરબા ગાવા માટે દૂર દૂરથી ભક્તો આવી પહોંચતા હોય છે. ત્યારે આ વખતે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડી નવરાત્રિના ગરબામાં મહિલાઓ અને પુરુષો અલગ અલગ ગરબા રમશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા ચાચર ચોકમાં પુરુષોને શક્તિદ્વારથી લઈને પિત્તળ ગેટ સુધી નવરાત્રિ દરમિયાન ગરબા રમવા પડશે. આ નિયમોને લઇ મંદિર ફરીથી યાત્રિકો અને ગ્રામજનોમાં ચર્ચામાં આવ્યું છે. આ નિયમોને લઇ એક પરિવારને સાથે ગરબા રમવું અસંભવ થયું છે. પતિ-પત્ની પણ અંબાજી મંદિરમાં અલગ અલગ નવરાત્રિના ગરબામાં એન્ટ્રી કરી અલગ અલગ ગરબા રમશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો