District

ગાંધીનગરમાં છાપરું હટાવવાને લઈને ધિંગાણું : લોખંડની પાઇપથી બે પરિવારોએ સામસામે એકબીજાને માર માર્યો

ગાંધીનગરમાં છાપરું હટાવવાને લઈને ધિંગાણું : લોખંડની પાઇપથી બે પરિવારોએ સામસામે એકબીજાને માર માર્યો

- ઇન્ફોસિટી પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ગાંધીનગર, મંગળવાર

  ગાંધીનગરમાં ભાટ ટોલ ટેક્સની પાસે આવેલાં છાપરામાં રહેતા બે પરિવારો વચ્ચે છાપરું ખસેડવાને લઈને તકરાર થઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતાં બંને પરિવારોએ લોખંડની પાઇપથી એકબીજા પર હુમલો કર્યો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસે બંને પક્ષે  સામસામે ફરીયાદ નોંધીને મામલાની વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ગાંધીનગરના ભાટ ટોલ ટેક્સની પાસે આવેલા કાચા છાપરામાં રહેતા કિરણ કાંતિભાઈ દંતાણીએ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગતરોજ અમારા છાપરાની બાજુમાં રહેતા ભુપતભાઈ સોલંકીએ તું તારું છાપરું અહીંથી હટાવી બીજે ક્યાંક લઈ જા તેમ કહેતા કિરણે છાપરું નહીં હટાવું તમને તકલીફ હોય તો તમે તમારું છાપરું દૂર લઈ જાવ તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે ઉશ્કેરાયેલા ભુપતભાઈ અપશબ્દ બોલતા હોવાથી કિરણે અપશબ્દ બોલવાની ના પાડતા તેઓ નજીકમાંથી લોખંડની પાઇપ લઈ આવ્યા હતા અને કિરણને માથાના ભાગે મારી દીધી હતી. આ સમયે ભુપતભાઈના દીકરા સાગર, પારસ અને અજય પણ ત્યાં આવ્યા હતા અને કિરણને તેમજ તેના માતા પિતાને માર માર્યો હતો. આ સમયે આસપાસથી અન્ય લોકો દોડી આવ્યા હતા અને કિરણ તેમજ તેના પરિવારને વધુ મારમાંથી છોડાવ્યો હતો. જતાં જતાં ભૂપતે તું તારું છાપરું અહીંથી હટાવીશ નહીં તો તને જાનથી મારી નાખીશ તેમ કહીને ધમકી આપી હતી. આ મામલે કિરણની ફરિયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે ભુપતભાઈ, સાગર, પારસ અને અજય વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે .સામે પક્ષે ભૂપતભાઇ સોલંકીએ ઈન્ફોસિટી પોલીસ મથકે પારુલબેન કાંતિભાઈ દંતાણી, કાંતિભાઈ દંતાણી તેમજ કિરણ કાંતિભાઈ દંતાણી વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ ત્રણેય વ્યક્તિઓએ બોલાચાલી - ઝઘડો કરીને કિરણે તેના હાથમાંની લોખંડની પાઇપ ભુપતભાઈના પુત્ર પારસને માથામાં મારી ઈજા પહોંચાડી હતી. હાલમાં આ મામલે ઇન્ફોસિટી પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરમાં છાપરું હટાવવાને લઈને ધિંગાણું : લોખંડની પાઇપથી બે પરિવારોએ સામસામે એકબીજાને માર માર્યો