- આણંદ ટાઉન પોલીસના બે હેડ કોન્સ્ટેબલ ઝડપાયા
- ફરિયાદીએ એસીબીમાં જાણ કરતા છટકુ ગોઠવીને લાંચિયાઓને ઝડપી લેવાયા
આણંદ, બુધવાર
લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ મંગળવારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના બે હેડ કોન્સ્ટેબલોને રુપિયા બે લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. ડી સ્ટાફમાં ફરજ બજાવતા બંને પોલીસ કોન્સ્ટેબલોએ આ કેસના ફરિયાદી પાસે મૂળ આરોપીના બદલે અન્ય આરોપી બતાવવાના બદલામાં રુપિયા બે લાખની લાંચ માંગી હતી. એસીબીની ટ્રેપના પગલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ અને તેના અધિકારીઓ શંકાના ઘેરાવામાં આવી ગયા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર