- પત્નીના આડા સંબંધ હોવાથી ઝઘડો થતાં પિયર ચાલી જતાં શખ્સે યુવાનને આપી ધમકી
- પેથાપુર પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી
ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગરના ભોયણ રાઠોડ ગામે રહેતી મહિલાના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાથી પતિ સાથે ઝઘડો થતાં તે પિયર ચાલી ગઈ હતી. જે બાબતે અદાવત રાખી શખ્સે મહિલાના પતિને માર મારી ગાળો બોલીને ધાક ધમકી આપી હતી. માર માર ઇજાગ્રસ્ત થયેલા મહિલાના પતિને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે સમગ્ર મામલે મહિલાના પુત્રએ પિતા પર હુમલો કરનાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પેથાપુર પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.