District

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમૌ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું-નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમૌ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું-નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે  

- આ શહીદોની સ્મૃતિને અકબંધ રાખતા ભવ્ય સ્મારકનું સમૌ ખાતે નિર્માણ કરાયું
- ગૃહ મંત્રીએ આ શહીદ સ્મારકને રાષ્ટ્રચેતનાની જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખનારી દીવાદાંડી સમાન ગણાવી  

ગાંધીનગર, સોમવાર 

  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના સમૌ ગામ ખાતે 1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજો દ્વારા ફાંસીએ લટકાવવામાં આવેલા 12 ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ રૂપે 2 કરોડના ખર્ચે નિર્માણ પામેલા " સમૌ શહીદ સ્મારક"નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં એક સભાને સંબોધન કર્યું હતું. ગૃહમંત્રીએ એક પુસ્તકાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સમૌ ગામમાં શહીદ સ્મારક દેશભક્તિને પ્રોત્સાહન આપવા માટે એક પવિત્ર સ્થળ હશે. ગાંધીનગરના સાંસદે જણાવ્યું હતું કે, તેઓ પુસ્તકપ્રેમી છે અને તેમના વ્યક્તિત્વના ઘડતરમાં પુસ્તકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પુસ્તકોએ મારા વ્યક્તિત્વના ઘડતરમાં વિશેષ ભૂમિકા ભજવી છે. દેશનું ભવિષ્ય પુસ્તકાલયમાં બને છે અને તે કોઈની ભાષા અને સંસ્કૃતિને જાણવાની તક આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમૌ ગામની ધરતી પર ઈ.સ. 1857ની ક્રાંતિમાં સહભાગી થયેલા મગન ભુખણ અને દ્વારકાદાસ સહિતના બાર શહીદ વીરોને અંગ્રેજોએ ફાંસી આપી હતી. આ શહીદોની સ્મૃતિને અકબંધ રાખતા ભવ્ય સ્મારકનું સમૌ ખાતે નિર્માણ કરાયું છે. આ શહીદ સ્મારકને રાષ્ટ્રચેતનાની જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખનારી દીવાદાંડી સમાન ગણાવી ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યપરાયણ બનવાની આ સ્મારક સતત પ્રેરણા આપશે.

   આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉપસ્થિત સૌ નાગરિકોને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી. હું લાઇબ્રેરીનો માણસ છું. મારા ઘડતરમાં પુસ્તકોની વિશેષ ભૂમિકા રહી છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે દેશનું ભવિષ્ય પુસ્તકાલયમાં ઘડાય છે. તેમણે ઉમેર્યું હતું કે આપણી ભાષા અને સંસ્કૃતિને ઓળખવાનો પુસ્તકાલય અનેરો અવસર આપે છે. પુસ્તકાલયમાં ભગવદગોમંડલના ભાગ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ભાષાની સમૃદ્ધિથી બાળકો અને યુવાનો દૂર થઈ રહ્યા છે ત્યારે વાંચનથી જ્ઞાન સંપન્ન બનવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ ગુજરાતમાં વાંચે ગુજરાત અભિયાન ઉપાડ્યું હતું અને રાજ્યના પુસ્તકાલયોને અનેકવિધ પુસ્તકોથી સંપન્ન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાનની સફળતા હોય કે વિધાનસભા અને સંસદમાં મહિલાઓને 33% અનામત આપવાનો સંકલ્પ હોય પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દેશનો વિકાસ નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે વર્ષ 1857થી વર્ષ 1947 સુધીના દેશના આઝાદીના જંગમાં સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોના અમૂલ્ય પ્રદાનથી ભાવિ પેઢીને પ્રેરણા મળે અને શહીદોના ઇતિહાસને પુનર્જીવિત કરીને શહીદ સ્મારકોનાં સ્વરૂપે ચેતના કેન્દ્રોનું દેશભરમાં નિર્માણ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ યુવાનોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે સરકાર સુવિધાઓ ઊભી કરે છે પરંતુ તેને જાળવવાની ચિંતા યુવાનોએ કરવી પડે. તેમણે શહીદ સ્મારક સંકુલની જાળવણી માટે યુવાનોને આગળ આવવા અનુરોધ પણ કર્યો હતો.

  માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલે મહાનુભાવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, દેશની મહામૂલી આઝાદી દરમિયાન અનેક શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે. પરંતુ કેટલાય શહીદ વીરોના નામ, ફોટા કે પરાક્રમોથી આપણે અજાણ છીએ. સમૌ ગામમાં 12 શહીદ વીરોને ફાંસીની સજા અપાઇ હતી, તે વાતથી અનેક સ્થાનિક લોકો અજાણ હતા, પરંતુ આજે શહીદ સ્મારક સમૌ ગામમાં નિર્માણ થવાથી સ્થાનિક લોકોથી લઈ અનેક લોકો આ વાતથી વાકેફ થયા છે. તેમજ મહામૂલી આઝાદી કેવી રીતે મળી છે, તેનાથી આજની યુવા પેઢી વાકેફ બનશે. તેમજ યુવા પેઢીમાં દેશભાવ ઉજાગર કરવા માટે પણ મહત્વની બની રહેશે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માણસાના વિકાસમાં કેન્દ્રીય ગૃહ મંત્રીનો સહકાર છે. જેની ફળશ્રુતિ રૂપે આજે માણસામાં વિકાસના અનેક કામો પ્રગતિ હેઠળ છે અથવા પૂર્ણતાને આરે છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીનું સ્થાનિક આગેવાનો ગ્રામજનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેશ કોયાએ મહાનુભાવનો આભાર વ્યક્ત કર્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમૌ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું-નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે