- સિંહ દર્શન માટે બુકિંગ ફૂલ પ્રવાસીઓની ભીડ જામશે
- એશિયાટિક લાયનને નજીકથી નિહાળવાનો અનોખો લહવો લેવા પ્રવાસીઓનો ધસારો
જૂનાગઢ, સોમવાર
એશિયાટિક સિંહની લોકપ્રિયતા અપાર છે અને ગુજરાતમાં સિંહોના રજવાડાને જોવ માટે દેશ વિદેશથી લોકો આવે છે. ચાર મહિના દરમિયાન સિંહનો મેટિંગ પીરિયડ હોવાથી સિંહ દર્શન બંધ હતું, પરંતુ આજે ઓનલાઇન બુકીંગ શરૂ થયાને ગણતરીના સમયમાં જ મોટાભાગની પરમીટો બુક થઇ ગઈ છે. ઉપરાંત દિવાળીના વેકેશન માટે તેમજ નાતાલ વેકેશન માટે પણ પ્રવાસીઓ ઇન્કવાયરી કરી રહ્યાછે. મોચા ભાગના પ્રવાસીઓએ અત્યારથી હોટલો બુક કરાવી લીધી છે. હોટલના સંચાલકોએ ભાડા બમણા કરી દીધા છે. નોંધનીય છે કે ગીરમાં 15 જુનથી ચાર માસ માટે સિંહોના મમેટીંગ પીરીયડ તેમજ ચોમસામાં ઉભરાતા નદી નાળાને કારણે સિંહ દર્શન વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવે છે.
આજે 16 ઓકટોબરથી ડીએફઓ દ્વારા લીલી ઝંડી આપી ગીર જંગલ ખુલ્લુ મુકવામાં આવશે. તેમજ રજાના દિવસો સિવાય રોજ 150 અને રજામાં તેમજ તહેવારોમાં 180 પરમીટ કાઢવામાં આવશે. હાલમાં નવરાત્રી દરમિયાન અને દિવાળી વેકેશન ડિસેમ્બર સુધીની મોટા ભાગની પરમીટો બુક થઇ ગઇ હોવાનું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. જૂનાગઢના સાસણમાં આવેલ ગીર અભ્યારણ જોવા માટે લોકો દેશ વિદેશ થી આવતા હોય છે ત્યારે 16 ઓક્ટોબર ના દિવસે આ ગીર અભ્યારણ ખુલ્લું મુકાયું છે. સાવજોને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. સાથો સાથ દેવળીયા સફારી પાર્કમાં પણ લોખંડની જાળીવાળી જીપ્સીમાં સિંહ દર્શન કરવા શરૂ કરવામાં આવી રહ્યા છે. જેથી પ્રવાસીઓને સાસણમાં સિંહ દર્શન માટે જીપ્સીઓ મૂકવામાં આવી છે. ગીર અભ્યારણમાં કુદરતી અવસ્થામાં વિહરતા વન્ય પ્રાણીઓ પક્ષીઓ વૃક્ષોને નિહાળવાના અને તેના વિશે પ્રવાસીઓ માહિતગાર કરવા માટે વનવિભાગ દ્વારા ગાઈડને તાલીમ પણ આપવામાં આવી છે આમ દિન-પ્રતિદિન સિંહ દર્શનનો વધતો જતો ક્રેઝને કારણે સાસણના રહેવાસીઓને રોજગારીમાં વધારો થયો છે. તેમજ સિંહની જાળવણી થતા છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં સિંહની સંખ્યામાં વધારો થયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર