
- પાકિસ્તાની સાંસદનો ગજબનો ડાન્સ
- લિયાકત હુસૈને 'ટીપ ટીપ બરસા પાની' ગીત પર કર્યો શાનદાર ડાન્સ
- વીડિયો જોઈને લોકો બોલ્યા-આગ લગાડી દીધી
પાકિસ્તાન ,ગુરુવાર
પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના સભ્ય અને ટીવી હોસ્ટ આમિર લિયાકત હુસૈને પાકિસ્તાની સંસદમાં રવિના ટંડનની ફિલ્મ મોહરના પ્રખ્યાત ગીત 'ટીપ ટીપ બરસા પાની' ગીત પર ગજબનો ડાન્સ કરીને ચર્ચામાં આવ્યાં છે. લિયાકત હુસૈનના શાનદાર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લિયાકત હુસૈને કેટરિના કૈફ અને અક્ષય કુમારના ગીત 'ટીપ ટીપ બરસા પાની' પર ડાન્સ કરતો જોઇ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

સાંસદે તો ઈન્ટરનેટ પર આગ લગાડી દીધી-યૂઝર્સ બોલ્યા
લિયાકત હુસૈનનો શાનદાર ડાન્સ વીડિયો જોઈને લોકો મુગ્ધ બન્યા હતા અને કહ્યું કે સાંસદે તો ઈન્ટરનેટ પર આગ લગાડી દીધી જોકે કેટલાકને તેમનો આ ડાન્સ વીડિયો પસંદ આવ્યો નથી જોકે તેમણે જોયો તો છે. કેટલાક યુઝર્સે એવી કોમેન્ટ કરી કે સાંસદને આવું કરવામાં શરમ આવવી જોઈએ.

પાકિસ્તાની સાંસદનું નામ આમિર લિયાકત હુસૈન
પાકિસ્તાની સાંસદનું નામ આમિર લિયાકત હુસૈન છે.વાયરલ ડાન્સ વીડિયોને ટાંકીને જણાવ્યું હતું કે આમિર લિયાકત હુસૈન ટીપ ટીપ બરસા પાની પર શાનદાર ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં એક લગ્ન અથવા અન્ય એક ઇવેન્ટનો વીડિયો બતાવવામાં આવ્યો છે જ્યાં તેમની આસપાસ કેટલાક લોકો અને મહિલાઓ જોવા મળે છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu
