District

ભાજપ શાસિત દહેગામ પાલિકામાં વિવિધ સમિતિઓની વરણી કરવામાં આવી
 

ભાજપ શાસિત દહેગામ પાલિકામાં વિવિધ સમિતિઓની વરણી કરવામાં આવી
 

- અગાઉ અઢી વર્ષની પહેલી ટર્મ પૂરી થતાં બીજી ટર્મ માટે પ્રમુખ-ઉપ પ્રમુખ નિમાયા હતા
- પાલિકાની વિવિધ ૧૪ સમિતિઓની વરણી : દંડક તરીકે મીનાબેન અરૂણભાઈ રાવલ

દહેગામ, મંગળવાર

  ભાજપ શાસિત દહેગામ પાલિકામાં અગાઉ અઢી વર્ષની પહેલી ટર્મ પૂરી થયા બાદ બીજી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે વૈશાલીબેન સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે રાજીવભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા આજે દંડક સહિત વિવિધ સમિતિઓમાં પણ વરણી કરવામાં આવી હતી. જેમાં દંડક તરીકે મીનાબેન અરૂણભાઈ રાવલ ની વરણી કરવામાં આવી હતી. પાલિકાની વિવિધ ૧૪ સમિતિઓમાં વરણી કરવામાં આવી હતી. 

 ભાજપ દ્વારા આજે પાલિકાની કુલ ૧૪ સમિતિઓમાં વરણી કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે શાહ રિપલભાઈ મહેશભાઈની વરણી કરવામાં આવી હતી. એસ્ટ્રાબ્લિસમેન્ટ સમિતિના ચેરમેન તરીકે પઠાણ નિલોફરબાનુ ફિરોજખાન, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે સોલંકી ગીતાબા વનરાજસિંહ, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જાેષી બિજલબેન હિરલભાઈની વરણી કરવામાં આવી હતી. આ સિવાય ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન તરીક પટેલ હસ્મિતાબેન બિપીનભાઈ, વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે દવે મૌલિકભાઈ કિરણભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે તલાટી ડોલીબેન નયનભાઈ, સ્ટ્રીટ લાઈટ સમિતિના ચેરમેન તરીકે મારવાડી રમેશજી રાણાજીની વરણી કરવામાં આવી હતી.

    આ સિવાય ટેક્ષ સમિતિના ચેરમેન તરીકે પરમાર શૈલેષસિંહ દિપસિંહ, ધર્મશાળા સમિતિના ચેરમેન તરીકે ભીલ (આદિવાસી) જયાબેન વસંતભાઈ, શોપિંગ સેન્ટર સમિતિના ચેરમેન તરીકે પટેલ કાજલબેન મનિષભાઈ, સ્મશાન ગૃહ સમિતિના ચેરમેન તરીકે બારોટ નિકુલભાઈ રાધેશ્યામભાઈ, બાગ અને બગીચા સમિતિના ચેરમેન તરીકે અમીન શશિકાન્તભાઈ ગોવિંદભાઈ અને ગુમાસ્તા સમિતિના ચેરમેન તરીકે રાઠોડ ગીતાબેન દિપસિંહની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા તમામ વરાયેલા સમિતિઓના ચેરમેનોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અને શહેરનો સર્વાંગી વિકાસ થાય તે માટે કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ભાજપ શાસિત દહેગામ પાલિકામાં વિવિધ સમિતિઓની વરણી કરવામાં આવી