Gujarat

Vibrant Gujarat Summit : CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠક શરૂ 

Vibrant Gujarat Summit : CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠક શરૂ 

- 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો પ્રારંભ કર્યો
- સૌપ્રથમ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે. કીમ મુખ્યમંત્રીને મળ્યાં 

ગાંધીનગર, શુક્રવાર 

   CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે. આગામી જાન્યુઆરી-2024 માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો શુક્રવાર 6 ઓક્ટોબર સવારે પ્રારંભ કર્યો છે. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે. કીમ મુખ્યમંત્રીને મળ્યાં હતાં. વૈશ્વિક સ્તરે ચોથી સૌથી મોટી એલ.ઇ.ડી. ઉત્પાદક તરીકે સિઓલ સેમિકન્ડક્ટરે નામના મેળવેલી છે. સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા સજ્જ બન્યું છે તેની વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત સેમિકન્ડક્ટર પોલીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે તેમ જણાવ્યું હતું. માઇક્રોન જેવી સેમિકન્ડક્ટર ક્ષેત્રની વિશ્વખ્યાત કંપનીએ તાજેતરમાં સાણંદ ખાતે પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું છે તેની પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઈ હતી. 

    આ ઉપરાંત સેમિકન્ડક્ટર પોલીસી 2022-27 અન્વયેના પ્રોત્સાહનોની પણ વિસ્તૃત સમજ આપી હતી. મુખ્યમંત્રીએ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ને વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. આ વન-ટુ-વન મુલાકાત બેઠકના  ઉપક્રમમાં બોરોસિલ લિમિટેડના એમ ડી શ્રીવર ખેરૂકા મળ્યા હતા. બોરોસીલ ગુજરાતમાં ભરૂચમાં પોતાનો ગ્લાસ મેન્યું ફેકચરિંગ પ્લાન્ટ ધરાવે છે એટલું જ નહિ 100 કરોડના રોકાણ સાથે ટ્યુબિંગ ફરનેશ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત પણ કરી છે 2024 સુધીમાં કુલ 625 કરોડ ની વિસ્તરણ યોજના તેમણે નક્કી કરી છે તેમ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહ્યું હતું. મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં તેમણે ગુજરાતે તાજેતરમાં જાહેર કરેલી ગુજરાત રીન્યુએબલ પોલિસી 2023 જાહેર કરેલી પોલિસી અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કરી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ જયા વર્મા સિન્હા સાથે કર્ટેન રેઇઝર કાર્યક્રમ અંતર્ગત મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતમાં આકાર લઈ રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરીને આ પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે રાજ્ય સરકાર તરફથી તમામ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નવી દિલ્હી ખાતે આજે કર્ટેન રેઇઝર કાર્યક્રમ અંતર્ગત મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેકટરહિસાશી ટેકુચી સાથે બેઠક યોજી હતી. ગુજરાત, દેશના ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરી રહ્યું છે તેમજ ઈકો-ફ્રેન્ડલી ગ્રીન મોબિલિટીની દિશામાં પણ અગ્રેસર બન્યું છે તેમ જણાવીને આગામી #VGGS2024 માં જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

Vibrant Gujarat Summit : CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠક શરૂ