Gujarat

પંચમહાલમાં લગાવાયેલા રાજ્ય સરકારના બેનરોમાં મુખ્યમંત્રી તરીકે હજુ વિજય રૂપાણીનો ચહેરો !!

- 13મી સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થઈ ગયા છે, પણ હજુ ગોધરા પહોંચ્યા નથી !!!

- રાજ્ય સરકારના આ પોસ્ટર્સથી ગ્રામીણ જનતા હજુ રૂપાણીને જ મુખ્યમંત્રી સમજે છે

ગોધરા, રવિવાર

        સરકાર બદલાતા ની સાથે જ પ્રસિદ્ધિ માટે મુકાયેલા હોર્ડિંગ્સને બેનર્સ માં રાતોરાત મુખ્યમંત્રી સહિતના ચહેરાઓ બદલાઈ જતા હોય છે, પરંતુ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ચાર્જ સંભાળી લીધો હોવા છતાં હજુ આજ સુધી પંચમહાલના ગોધરામાં આવેલા વિવિધ હોર્ડિંગ્સ અને પોસ્ટર્સમાં વિજય રૂપાણીનો જ ચહેરો લાગેલો જોવા મળી રહ્યો છે. કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર પાસે જ આવું એક જંગી પોસ્ટર્સ લાગેલું છે, જેમાં હજુ વિજય રૂપાણીને જ મુખ્યમંત્રી તરીકે બતાવવામાં આવ્યા છે. આવા પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ ગ્રામ્ય જનતાને મુખ્યમંત્રીના મામલે ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

      ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય કે તરત જ રાજ્ય સરકારની પ્રસિદ્ધિઓ માટેના જાહેર હોર્ડિંગ્સો અને બેનરોમાંથી ફટાફટ મુખ્યમંત્રીના ચહેરાઓની અદલાબદલી કરી દેવામાં આવતી હોય છે. પરંતુ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિદાય સાથેના આખેઆખા મંત્રીમંડળનું વિસર્જન થઈ ગયા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે તા.13મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીપદે સત્તાઓ ગ્રહણ કરી હતી, પરંતુ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હજુ સુધી ગોધરા પહોંચ્યા ન હોય એમ પંચમહાલ કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર જ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના હોર્ડિંગ્સ અને બેનરો યથાવત રહ્યા છે. આ બેનરો જોઈને ગ્રામ્ય પ્રજાજનો તો હજું વિજય રૂપાણી જ મુખ્યમંત્રી હોવાનું સમજી રહ્યા છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

પંચમહાલમાં લગાવાયેલા રાજ્ય સરકારના બેનરોમાં મુખ્યમંત્રી તરીકે હજુ વિજય રૂપાણીનો ચહેરો !!