- મૃતકોના સ્વજનોમાં આ નિવેદન બાદ રોષ ફાટી નીકળ્યો
- નિર્દોષ લોકોનો ભોગ લેનાર આરોપીઓ માટે મોરારીબાપુએ સંવેદના કેમ વ્યક્ત કરી ?
મોરબી, મંગળવાર
મોરબીમાં થયેલી પુલ દુર્ઘટનામાં 135 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા. જેને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. નિર્દોષ લોકોની આડકતરી રીતે હત્યા કરનાર આરોપીઓ માટે મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરતા ચકચાર મચી છે. મોરારીબાપુના એક નિવેદનને લઈને મૃતકોના પરિવારજનો આઘાત પામ્યા છે. કથાકાર દ્વારા મોરબી પુલ દુર્ઘટનાના જવાબદારો માટે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર