District

મોરબીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેનાર આરોપીને પોકસો કોર્ટે ફટકારી  20 વર્ષની સજા

મોરબીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેનાર આરોપીને પોકસો કોર્ટે ફટકારી  20 વર્ષની સજા

- ગ્રામ્ય પંથકમાં રહીને ખેત મજુરી કરતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કર્યું

- આરોપી જ સગીરાને ફોસલાવી અને  લલચાવીને ભગાડી ગયો હતો

મોરબી, મંગળવાર

    મોરબી ગ્રામ્ય પંથકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરી એક ઇસમેં દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ગર્ભવતી બનાવી હતી. મોરબીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની આકરી સજા ફટકારી છે. કેસમાં મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૩૨ હજારનો દંડ ફટકાર્યો છે.

    આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૩-૭-૨૦૨૧ મૂળ મધ્યપ્રદેશના વતની અને મોરબીના ગ્રામ્ય પંથકમાં રહીને ખેત મજુરી કરતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરી આરોપી ધર્મેન્દ્ર પુનમસિંગ મેડા નામના ઇસમેં અલગ અલગ સ્થળોએ લઇ જઈને સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે સગીરા ગર્ભવતી બનતા બનાવ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી.

    શ્રમિક પરિવાર થોડા વર્ષો પહેલા તેમના સંબંધીના કહેવાથી મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજુરી કરવા આવ્યો હતો. ત્યાં આરોપી ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા તેની પત્ની સાથે રહીને ત્યાં ખેતમજુરી કરતો હતો. આ શખ્સ પરણિત હોવા છતાં આ શ્રમિક પરિવારની 13 વર્ષની સગીરવયની પુત્રી પર નજર બગડી હતી. દરમિયાન આ શ્રમિક પરિવાર પોતાના વતન જવા માટે નીકળ્યો હતો અને સામાંકાંઠે પહોંચતા આ 13 વર્ષની સગીરા લાપતા થઈ ગઈ હતી. બાદમાં તપાસ કરતા આરોપી જ તેમની પુત્રીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હોવાનું માલુમ પડતા આ પરિવારે ગત તા.15/2/2021ના રોજ પોલીસને અરજી કરી હતી.

    વધુ તપાસમાં આરોપી ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડાએ સગીરાને ભગાડી જઈ વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. આથી જે તે સમયે આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન આ કેસ આજે મોરબીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજય દવે અને નીરજ કારીયાની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને રાખી કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા અને 31 હજારનો દંડ કટકાર્યો છે અને ભોગ બનનારને રૂ.3.32 લાખના દંડનો હુકમ કર્યો છે. (તસવીર પ્રતીકાત્મક છે) ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

 

 

મોરબીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેનાર આરોપીને પોકસો કોર્ટે ફટકારી  20 વર્ષની સજા