- બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તે પોતાના પરિવારને કહી દેશે તે બીકે બાળકીની હત્યા કર્યાની કબુલાત
- એક આરોપી બાળકીના પિતાનો મિત્ર
રાજકોટ, સોમવાર
રાજકોટમાં આઠ વર્ષની માસુમ દિકરીની માથું છુંદાયેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો છે. બાળકી ઉપર ત્રણ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી માસુમ દીકરીના પિતાનો મિત્ર છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર