- મિત્રો વચ્ચે હસી-મજાક ચાલી રહી હતી
- તુરંત જ યુવકને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું
- પોલીસ દ્વારા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે મૃતદેહને ખસેડાયો
રાજકોટ, ગુરૂવાર
રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર મસ્તી કરી રહેલા મિત્રોએ મજાક મજાકમાં એક યુવકનું ગળું દબાવતા તે ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. તુરંત જ તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસ દ્વારા યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, યુવકોની મસ્તી મજાકની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે.