- ઓગસ્ટમાં મેઘરાજાએ નિરાશ કર્યા હતા પણ સપ્ટેમ્બરમાં ઘટ પૂરી થઈ
- ચોમાસાની વિદાય થઈ ચૂકી છે ત્યારે રાજ્યમાં ૧૦૪ ટકા વરસાદ પડ્યો
ગાંધીનગર,શુક્રવાર
મેઘરાજાએ દોઢ મહિનાના લાંબા વિરામ બાદ આખરે રાજ્યમાં હેત વરસાવ્યું હતું અને જેના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. ગત સપ્તાહે પાણીની ચિંતા કરવામાં આવતી હતી અને ખેડૂતો પણ નિરાશ થઈ ગયા હતા પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે અને જેના કારણે નદીઓમાં પૂર આવ્યું છે તો જળાશયોમાં પણ પાણીની વિપુલ આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને હવે આવતા વર્ષ સુધી પાણીની ચિંતા રહેશે નહી. રાજ્યમાં ઓગસ્ટ મહિનાને નિરાશ કર્યા હતા પણ સપ્ટેમ્બરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા જેના કારણે આજે પણ નદીઓ બે કાંઠે વહી રહી છે અને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થઈ ચૂક્યો છે. પાછોતરા વરસાદથી ખેડૂતોને ખેતી પાકને નુકસાન થયું છે પણ શિયાળું અને ઉનાળું પાક માટે ચિત્ર સારું બની ચૂક્યુ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
રાજ્યમાં જુન અને જુલાઈમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો પણ ઓગસ્ટમાં મેઘરાજાએ હાથતાળી આપી હતી. જાે કે, સપ્ટેમ્બરમાં આગાહી પ્રમાણે મેઘરાજાએ હેત વરસાવ્યું છે અને રાજ્યમાં સાવર્ત્રિક શ્રીકાર વર્ષા થઈ છે જેના કારણે નદીઓમા પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ૯૦ જળાશયો હાઈએલર્ટ ઉપર મૂકવામાં આવ્યાં છે તો રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૯૩.૩૦ ટકા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. ઝોન વાઈઝ જળાશયોમાં પાણીની શું સ્થિતિ છે તેની વાત કરીએ તો-મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૧૧ ટકા પાણીનો સંગ્રહ થયો છે તો દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૫.૮૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ સિવાય ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૫.૬૭ ટકા, કચ્છ જિલ્લાના ૨૦ જળાશયોમાં ૫૯.૫૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭૮.૭૭ ટકા પાણીનો સંગ્રહ થયો છે. ૯૦ જળાશયો ૯૦ ટકાથી વધારે ભરાઈ ચૂક્યાં છે. રાજ્યમાં મોસમનો ૧૦૨ ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે અને આવતા વર્ષ સુધી સિંચાઈનો પ્રશ્ન રહેશે નહી ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો