Gujarat

પાટિલનો હૂંકાર : ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતીશું

પાટિલનો હૂંકાર : ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતીશું

- મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાના મૃતકોની યાદમાં મોરારી બાપુની રામકથામાં પાટિલ પહોચ્યા
- વિધાનસભામાં રેકોર્ડબ્રેક ૧૫૬ સીટ જીત્યા બાદ હવે ભાજપનો ટાર્ગેટ લોકસભાની ચૂંટણી

ગાંધીનગર, શુક્રવાર 

 લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે કમર કસી છે અને તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય સતત ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવાનું છે તો ગુજરાતમા પણ સતત ત્રીજીવાર તમામે તમામ ૨૬ બેઠકો જીતવાનું લક્ષ્ય છે. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલ પણ એક્શનમાં છે અને તેઓ અગાઉ પણ કહી ચૂક્યા છે કે, સતત ત્રીજીવાર કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે અને ગુજરાતની તમામે તમામ ૨૬ લોકસભાની બેઠકો જીતશે. આજે ફરીથી પાટિલે હૂંકાર કર્યો હતો અને ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

  મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનામાં ૧૩૫થી વધારે લોકોના મોત નિપજ્યા હતા અને મૃતકોની યાદમાં નાની વાવડીના કબીરધામ ખાતે મોરારીબાપુ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પાટિલ પહોંચ્યા હતા અને મોરારીબાપુના આશીર્વાદ લીધા હતા અને બાદમાં રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ પહોચ્યા બાદ પાટિલે હૂંકાર કરતાં કહ્યું હતું કે, સતત ત્રીજીવાર ગુજરાતની લોકસભાની તમામે તમામ ૨૬ બેઠકો પાંચ લાખથી વધારેની લીડથી જીતીશું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થઈ જશે તેવો હૂંકાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે અને પાટિલ તમામ જિલ્લાઓના પ્રવાસ પણ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો વિજય રથ અટકાવવા માટે કોંગ્રેસ કેવી રણનીતિ કરે છે અને તેમાં કેટલી સફળ થાય છે એ તો આવનારો સમય કહેશે પણ હાલ તો ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલને ગુજરાતની ૨૬ બેઠકો જીતવાનો વિશ્વાસ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પાટિલનો હૂંકાર : ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતીશું