- ધારાસભ્યએ કહ્યું કે, મારી ઉપર આક્ષેપ કરનાર વેપારીને હું ઓળખતો નથી, આક્ષેપ સાચા ઠરે તો હું જાહેર જીવન છોડી દઈશ
- ધારાસભ્ય ઉપર આક્ષેપ થયા બાદ રાજકારણ ગરમાયું : વેપારીની વાત સાચી કે ધારાસભ્યનો બચાવ સાચો એ તપાસનો વિષય
ગાંધીનગર,રવિવાર
ભાજપના એક ધારાસભ્ય ઉપર વેપારીએ પૈસા પડાવવાનો આક્ષેપ કરતાં રાજકારણ ગરમાયું છે. જમીનમાં પોતાને કહ્યા વિના નહી જવા માટે ધમકી આપી હોવાની ફરિયાદ પણ વેપારીએ કરી છે અને માત્ર એટલું નહી પણ વેપારીએ વડા પ્રધાન મોદી અને પ્રદેશ અધ્યક્ષ પાટિલને પણ પત્ર લખીને ન્યાય માટે માગણી કરી છે. જાે કે, આ મામલે ધારાસભ્યએ વેપારીએ કરેલા તમામ આક્ષેપો નકાર્યા હતા અને કહ્યું હતું કે, મારી ઉપર આક્ષેપ કરનાર વેપારીને હું ઓળખતો પણ નથી અને મારી ઉપર કરવામાં આવેલા આક્ષેપો સાચા સાબિત થશે તો હું જાહેર જીવન છોડી દઈશ તેવું પણ કહ્યું હતું. ધારાસભ્ય ઉપર આક્ષેપ થતાં સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર