
- નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે પાલડીથી ઘી ખરીદ્યું હતું
- અમૂલના નામે નકલી ઘી બનાવવાનો કારસો કોણે રચ્યો તે તપાસનો વિષય
ગાંધીનગર,શનિવાર
પ્રસિદ્વ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળમાં નકલી ઘીનો વિવાદ વકરી રહ્યો છે અને મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદના માધુપુરાથી મોહિનીએ ઘી ખરીદ્યું હતું તે નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરવામાં આવ્યા બાદ દાંતા કોર્ટે જામીન ઉપર મૂકત કર્યો હતો. હવે આ કેસમાં નવા નવા ફણગા ફૂટી રહ્યા છે અને જતીન શાહે અમદાવાદના પાલડીથી દૂષ્યંત સોની પાસેથી ઘી ખરીદ્યું હોવાની વાત સામે આવી રહી છે ત્યારે નકલી ઘીના આ કાંડમાં અસલી ખેલાડી કોણ છે તેણે લઈ ચર્ચાઓ ઊઠી રહી છે. અમૂલના નામે નકલી ઘીનું કારસ્તાન કરનાર ખેલાડી બહાર આવે તેવી માગણી ભક્તો કરી રહ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
મોહનથાળમાં અશુદ્વ ઘીનો વિવાદ વકરી રહ્યો છે અને હવે આ ઘી અમદાવાદના પાલડીના વેપારી દૂષ્યંત સોની પાસેથી નીલકંઠ ટ્રેડર્સે ઘી ખરીદ્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે તપાસ હવે પાલડી તરફ ફંટાઈ છે. જાે કે, આ સમગ્ર કાંડમાં માસ્ટર માઈન્ડ કોણ છે તે હજુ બહાર આવ્યું નથી. અમૂલના નામે નકલી ઘીના માર્કા કોણે અને કેમ બનાવ્યા તે પણ તપાસનો વિષય છે. લાખો ભક્તોની આસ્થા સાથે ચેડા કરનારા માસ્ટર માઈન્ડ કોણ છે તે બહાર આવે તેવું ભક્તો ઈચ્છી રહ્યા છે. મોહિની કેટરર્સ દ્વારા ૧૮૦ ડબ્બા વાપરવામાં આવ્યા હતા અને ૧૨૦ ડબ્બા વપરાયા નહોતા તો ૧૮૦ ડબ્બા ક્યાં વપરાયા તે પણ તપાસનો વિષય છે. હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પણ નકલી ઘીના આ કાંડમાં ખરેખર ભેજાબાજ કોણ છે કે જેણે લાખો ભક્તોની આસ્થા સાથે ચેડા કર્યા તે સામે આવે તે જરૂરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
