Weu Special

સિક્કિમમાં આ અનર્થ માટે કોની બેદરકારી જવાબદાર?

સિક્કિમમાં આ અનર્થ માટે કોની બેદરકારી જવાબદાર?

- એક દાયકાથી વૈજ્ઞાનિકો ચેતવણી આપતા હતા

- સિક્કિમના લોનાક તળાવ વિશે શું કહ્યું હતું વૈજ્ઞાનિકોએ?

ગંગટોક, રવિવાર

    સિક્કિમમાં પૂરના કારણે સર્વત્ર તબાહી મચી ગઈ છે. અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે. પરંતુ આ કોઈ કુદરતી હોનારત નથી. આ હોનારત સંપૂર્ણ પણ માનવસર્જિત હોનારત છે. અમે માત્ર પર્યાવરણની વાત નથી કરી રહ્યા, સ્થાનિક સરકાર અને વહીવટી તંત્રોની ઘોર બેદરકારીની પણ અહીં વાત કરી રહ્યા છીએ. વૈજ્ઞાનિક તથ્યો તો એવા સામે આવ્યા છે કે, સ્થાનિક તંત્રની નિંભર બેદરકારની કારણે સિક્કિમની સ્થિતિ થઈ છે. શું છે આ બેદરકારી? જેનાથી સિક્કિમમાં અનર્થ સર્જાઈ ગયો છે? ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

    સરકાર અને તંત્રોની બેદરકારીની પહેલા સિક્કિમમાં થયું છે શું એ સમજીએ, વાદળ ફાટવાને કારણે ચુંગટાંગ વિસ્તાર પાસે લોનાક તળાવનું જળસ્તર ઘણું વધી ગયું. તળાવ ઓવરફ્લો થયું અને લાખો લિટર પાણી ડેમ તોડીને તિસ્તા નદીમાં પહોંચ્યું. નદીમાં પૂરના કારણે  કિનારે બનેલા આર્મી બેઝના 23 સૈનિકો સહિત કુલ 150 લોકો લાપતા થઈ ગયા. હજારો કરોડના ખર્ચે બનેલો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ધરાશાયી થઇ ગયો છે.

    આશ્ચર્યની વાત એ છે કે માત્ર એક-બે નહીં, વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી આ તળાવ સાથે જોડાયેલા જોખમો વિશે ચેતવણી આપી રહ્યા હતા. પરંતુ તેમની ચેતવણી પર સરકાર કે સ્થાનિક તંત્રોએ ધ્યાન આપવાની તસ્દી સુદ્ધી લીધી નહીં અને આ પરિણામ આવ્યું.  સિક્કિમનું સાઉથ લોનાક લેક સમુદ્રની સપાટીથી લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈ પર છે. આવા સરોવરો ગ્લેશિયર લેક કહેવાય છે કારણ કે તે ગ્લેશિયરના પાણીથી બને છે, લોનાક તળાવ અઢી કિલોમીટર લાંબુ અને અડધા કિલોમીટરથી વધુ પહોળું છે. દસ માળની ઇમારત સમાવવા માટે તેની ઊંડાઈ પૂરતી છે. સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારોમાં કુલ 700થી વધુ હિમનદી સરોવરો છે. નિષ્ણાતો ઘણા વર્ષોથી આમાંથી 10થી વધુ તળાવોને અત્યંત સંવેદનશીલ અને જોખમી ગણાવી રહ્યા છે. જણાવી દઈએ કે, આ તળાવોમાંથી સૌથી વધુ જોખમ દક્ષિણ લોનાક તળાવ પર હોવાનું વૈજ્ઞાનિકો છેલ્લા એક દાયકાથી ગળું ફાડી ફાડીને કહી રહ્યા છે. પરંતુ તેની સામે ધ્યાન દેવાયું નથી અને અનર્થ સર્જાયો.

    વર્ષ 2001માં સિક્કિમ માનવ વિકાસ રિપોર્ટમાં ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)ની 'વિનાશક અસર' વિશે વાત કરવામાં આવી હતી. ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડનો અર્થ છે પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ગ્લેશિયરના પાણીથી બનેલા સરોવરોમાં થતો અચાનક વિસ્ફોટ. અચાનક ધરતીકંપ અથવા વાદળ ફાટવાને કારણે GLOF પરિસ્થિતિ સર્જાય છે.  રિપોર્ટમાં સિક્કિમમાં ઓન્ગ્લોકથાંગ, રાથોંગ ચુ અને જેમુ જેવા હિમનદીઓના પિગળવાની પણ ચેતવણી અપાઈ હતી. 2013માં પણ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે લોનાક તળાવ અચાનક ફાટવાની સૌથી વધુ સંભાવના છે.

    આટલું ઓછું હોય તેમ સિક્કિમ સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે પણ વર્ષ 2016માં ચેતવણી જારી કરી હતી. આ પછી, વર્ષ 2021માં જીઓમોર્ફોલોજી જર્નલમાં પણ ખાસ કરીને લોનાક સરોવર વિશે ચેતવણી આપવામાં આવી હતી. વર્ષ 2013 અને વર્ષ 2021માં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે દક્ષિણ લોનાક ગ્લેશિયર વર્ષ 1962 અને વર્ષ 2008 વચ્ચે 1.9 થી 2 કિલોમીટર પાછળ હટી ગયું હતું. આ પછી, પછીના 11 વર્ષમાં એટલે કે વર્ષ 2019 સુધી, તે 400 મીટર વધુ પાછળ હટી ગયું. ગ્લેશિયર રીટ્રીટ એટલે કે આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયર પીગળી અને ઘટ્યું છે, જેના કારણે લોનક તળાવમાં પાણી વધી ગયું હતું. આ સંશોધન કરનાર મુખ્ય વૈજ્ઞાનિક એસએન રામ્યા કહે છે, "અમે અનુમાન લગાવ્યું હતું કે દક્ષિણ લોનાક ગ્લેશિયર તૂટવાની સંભાવના 42 ટકા છે. અમે આગાહી કરી હતી કે તે 19 મિલિયન ક્યુબિક મીટર પાણી છોડશે, અમે કહ્યું હતું કે આ તળાવ જોખમમાં છે. અને ટૂંક સમયમાં ચેતવણી પ્રણાલીઓ ઇન્સ્ટોલ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ ધ્યાન અપાયું નહીં અને આ અનર્થ સર્જાયો." ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

સિક્કિમમાં આ અનર્થ માટે કોની બેદરકારી જવાબદાર?