Gujarat
પાટીદારો વટ છે તમારો : ૧૧ જિલ્લામાંથી ૬૨૦૦ કાર સિદસર મા ઉમિયા ધામ કેમ પહોંચી : વાંચો અહેવાલ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
1, October 2023
- ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સ સાથે એકાવન કારની એક રેલી સાથે ૧૨૫ કારની રેલીમાં ૬૨૦૦ કારનો કાફલો જાેડાયો
- ૧૧ જિલ્લામાંથી પાટીદાર સમાજની કાર રેલી નીકળી જેનું પાટીદાર સમાજના ગામે ગામે ડીજેથી ભવ્ય સ્વાગત કરાયું
રાજ્યમાં આશરે સવા કરોડથી વધારે પાટીદાર સમાજની વસતિ છે અને અનેક ક્ષેત્રોમાં પાટીદાર સમાજે નામના મેળવી છે. સામાજિકથી લઈ શૈક્ષણિક અને અન્ય તમામ ક્ષેત્રોમાં પાટીદાર સમાજે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને રાજનીતિમાં પણ પાટીદાર સમાજની કોઈ પણ પાર્ટી અવગણના કરી શકે તેમ નથી. રાજ્યમાં પાટીદાર સમાજની દરેકે નોંધ લેવી પડી રહી છે અને જેના કારણે આજે આ સમાજે નવી ઊંચાઈઓ સર કરી છે અને સમાજના દાનવીરો, શ્રેષ્ઠીઓ પણ સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આજે જામજાેધપુરના સિદસરના મા ઉમિયા ધામ ખાતે પાટીદાર સમાજની વિશાળ કાર રેલી આવી પહોંચી હતી. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાંથી એકાવર કારની એક રેલી સાથે કુલ ૧૨૫ રેલી નીકળી હતી અને જે મારફતે ૬૨૦૦ કારનો કાફલો સિદસર મા ઉમિયાના ધામમાં પહોંચ્યો હતો અને જ્યાં મા ઉમિયાના જયઘોષ ગૂંજી ઊઠ્યા હતા. ગાંધીનગર : અમદાવાદ : સુરત : વડોદરા : રાજકોટ : ગુજરાત : નેશનલ : ઇન્ટરનેશનલ : સ્પોર્ટ્સ : મનોરંજન : બિઝનેસ : ખેતીવાડી : રામજન્મભૂમિ : સ્વતંત્રતા ભારત : અપરાધ : અચરજ : આરાધના : એજ્યુકેશન : આરોગ્ય : અનર્થ : અતિરેક
આગામી ડીસેમ્બર-૨૦૨૪માં સિદસર ખાતે મા ઉમિયા માતાજીના પ્રાગટ્યના ૧૨૫ વર્ષ નિમિત્ત યોજાનાર સવા શતાબ્દી મહોત્વના મંગલાચરણ નિમિત્તે એક સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૫ કારની રેલી મારફતે પાટીદાર સમાજ સિદસર પહોંચ્યો હતો અને જ્યાં મા ઉમિયાના જય ઘોષ ગૂંજી ઊઠ્યા હતા. ૧૧ જિલ્લામાંથી નીકળેલી આ કાર રેલીનું જ્યાં જ્યાં પાટીદાર સમાજના ગામ આવતા હતા ત્યાં પાટીદાર સમાજ દ્વારા રેલીનું ડીજેના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એક સાથે ૬૨૦૦ કાર સિદસર ખાતે પહોંચતાં અભૂતપૂર્વ માહોલ જાેવા મળ્યો હતો અને સમાજના અગ્રણીઓના કહેવા મુજબ આ કાર રેલીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પણ મળ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર