- ચાર સામે પોલીસ ફરિયાદ
- યુવકે કરેલા મૈત્રી કરારની રીસ રાખીને હુમલો કરાયો
માણસા, બુધવાર
માણસા ગામમાં રહેતા યુવકે ગામની જ એક પરણીતા સાથે મૈત્રી કરાર કરી લેતા તેની રીસ રાખીને બે વર્ષ સુધી યુવકને ગામમાં ન આવવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન યુવકને ઈજા થતાં તે પોતાના ઘરે આવ્યો હતો. જેની રીસ રાખીને ધોકાથી યુવકને માર મારીને તેને ધાકધમકી આપવામાં આવી હતી. આ મામલે યુવક દ્વારા ચાર ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.