Sports

શું મેક્કુલમ IPL છોડીને ઈંગ્લેન્ડની ટીમની કમાન સંભાળશે ? પોતાના જ દેશ સામે કરશે શરૂઆત 

શું મેક્કુલમ IPL છોડીને ઈંગ્લેન્ડની ટીમની કમાન સંભાળશે ? પોતાના જ દેશ સામે કરશે શરૂઆત 

- ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના નવા કોચ માટે બ્રેન્ડન મેક્કુલમની પસંદગી કરવામાં આવી 
- અગાઉ બ્રિટનના ક્રિસ સિલ્વરવુડ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનું કોચિંગ સંભાળી રહ્યા હતા

નવી દિલ્લી,ગુરૂવાર

    ન્યૂઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ હવે નવી જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે. આ માટે મેક્કુલમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પણ છોડવા માટે સંમતિ દર્શાવી છે. ઘણા બ્રિટિશ મીડિયાએ દાવો કર્યો છે કે બે દિવસીય ઈન્ટરવ્યુ બાદ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના નવા કોચ માટે બ્રેન્ડન મેક્કુલમની પસંદગી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની ટીમના કોચનું પદ સંભાળતાની સાથે જ મેક્કુલમ સૌથી પહેલા પોતાના દેશ સામેની શ્રેણીથી શરૂઆત કરશે. 

    બ્રેન્ડન મેક્કુલમ ઉપરાંત ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ગેરી કર્સ્ટન, સિમોન કેટિચ અને ગ્રેહામ ફોર્ડનો પણ ઈન્ટરવ્યુ લીધો હતો, પરંતુ મેક્કુલમના નામ પર સંમતિ બદલાઈ હતી. મેક્કુલમ ઉપરાંત, ગેરી કર્સ્ટન, સિમોન કેટિચ અને ગ્રેહામ ફોર્ડનો પણ આ પદ માટે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, પરંતુ મેકકુમલના નામ પર સર્વસંમતિ બની છે. મેક્કુલમ છેલ્લા ત્રણ સિઝનથી IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નું કોચિંગ સંભાળી રહ્યો છે. આ પ્રવાસની શરૂઆત 2 જૂને લોર્ડ્સ ટેસ્ટથી થશે. આવી સ્થિતિમાં આ સપ્તાહના અંતમાં મેક્કુલમના નામની જાહેરાત થઈ શકે છે. ન્યુઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડે પણ ભારતીય ટીમ સામે ઘરઆંગણે શ્રેણી રમવાની છે. બંને ટીમો માટે એક ટેસ્ટ પણ હશે, જે અગાઉની બાકીની શ્રેણી માટે બાકી હતી. અગાઉ બ્રિટનના ક્રિસ સિલ્વરવુડ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનું કોચિંગ સંભાળી રહ્યા હતા. તેના કોચિંગ હેઠળ જ ઈંગ્લેન્ડની ટીમને ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણીમાં 4-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણી ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાઈ હતી. ઇંગ્લેન્ડની ટીમ એશિઝ શ્રેણી પછી વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ કર્યો ભારતીય ટીમે 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં ઈંગ્લેન્ડ પર 2-1થી લીડ મેળવી હતી. જોકે, આ સિરીઝમાં એક ટેસ્ટ બાકી છે, જે આ વર્ષે જુલાઈમાં રમાશે. આ ખરાબ પ્રદર્શનને કારણે જો રૂટે તાજેતરમાં કેપ્ટનશિપ પરથી રાજીનામું પણ આપી દીધું તેના સ્થાને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને કમાન સોંપવામાં આવી હતી. 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

શું મેક્કુલમ IPL છોડીને ઈંગ્લેન્ડની ટીમની કમાન સંભાળશે ? પોતાના જ દેશ સામે કરશે શરૂઆત