- ક્રિકેટના સૌથી મોટા મહાકુંભ માટે ચાહકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે
- આ વખતે ભારતના કુલ 10 શહેરોમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે
અમદાવાદ, ગુરૂવાર
ODI વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ક્રિકેટના સૌથી મોટા મહાકુંભ માટે ચાહકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આ વખતે ભારતના કુલ 10 શહેરોમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. આ પહેલીવાર છે જ્યારે ભારત એકલા વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે. BCCIએ આ અંગે એક મોટી જાહેરાત કરી છે. બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે આખા વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાનું પાણી સંપૂર્ણપણે મફત હશે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર