Gujarat

ચેતજો, પાણીપુરીનો ચસકો અઘરો ના પડી જાય ! પાણીપુરી ખાધા બાદ કિશોરીએ ગુમાવવો પડ્યો જીવ

ચેતજો, પાણીપુરીનો ચસકો અઘરો ના પડી જાય ! પાણીપુરી ખાધા બાદ કિશોરીએ ગુમાવવો પડ્યો જીવ

- અમદાવાદની 14 વર્ષની કિશોરીને પાણીપુરી ખાધા બાદ લીવરમાં તકલીફ થઈ
- લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ પણ તેનો જીવ બચ્યો નહીં 

અમદાવાદ, મંગળવાર 

  પાણીપુરીનો ચટાકો કોને ન હોય. પાણીપુરીની દરેક લારીઓ પર ભીડ જામેલી હોય છે. આવામાં લોકો પાણીપુરીની લારી પર તૂટી પડે છે. આવામાં જો તમને બહારની પાણીપુરી ખાવાનો ચટાકો હોય તો ચેતી જજો. શહેરમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખાસ કરીને પાાણીપુરી સહિત બહારની વસ્તુઓ ખાતા લોકોએ ખાસ ચેતવાની જરૂર છે. એક કિશોરીને પાણીપુરી ખાધા બાદ લીવરને લગતી બીમારી થઇ હતી. તપાસ કરતાં કિશોરીને હિપેટાઇટિસ ઇ થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તેનું લિવર ટ્રાન્સપ્લાઇન્ટ કરવું પડ્યું હતું. જોકે, લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ સ્વાસ્થ્ય કથળતા કિશોરીનું મૃત્યુ થયું હતું.13 વર્ષીય કિશોરીએ પાણીપુરી ખાધા બાદ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. દવા લીધા બાદ પણ દુખાવો ચાલુ રહેતા વધુ તપાસ કરાવવામાં આવી હતી. જેનમમાં હિપેટાઇસિટ ઇ હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, હિપેટાઇટિસ ઇ એટલું વધી ગયું હતું કે તેના લીવરને પણ નુકસાન થયું હતું. આ કિસ્સો અમદાવાદની સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરનો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  જોકે, કિશોરીને આઇકેડીઆરસી ખાતે દાખલ કરવામાં આવી હતી અને લિવરને ભારે નુકસાન થતાં તે ટ્રાન્સપ્લાન્ટ કરવાની નોબત આવી હતી. કિશોરીની માતાએ તેના લિવરનો અમુક ભાગ ટ્રાન્સપ્લાન્ટ માટે આપ્યો હતો. સાથે જ આ સર્જરી સફળ પણ રહી હતી. સર્જરીના થોડા સમય બાદ તેની તબિયત બગડી હતી અને તેનું મૃત્યુ થયું હતું.નોંધનીય છે કે, બહારની ખાવા પીવની વસ્તુઓ અંગે ડૉક્ટર્સ હંમેશા ચેતવતા આવ્યા છે. ડોક્ટર્સ કહે છે કે, જંક ફૂડ અને વધુ પડતું બહારનું ખાવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. બહારનું ખાતા પહેલા હેલ્થી માપદંડોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.આ વિશે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનના કન્વીનર ડો.પ્રાંજલ મોદી જણાવે છે કે, સતત બહાર ખાવાની ટેવ તથા જંકફૂડ ખાવાની આદતને કારણે દર્દીઓ વધી રહ્યાં છે. યંગસ્ટર્સના લીવરને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ કારણે દર્દીઓના આયુષ્યમાં દસેક વર્ષ જેટલો ઘટાડો થઈ રહ્યોછે. લીવરના કેસ વધી રહ્યાં છે. તેથી તમારું શરીર બીમારીઓનું ઘર ન બને તે માટે ખાસ ધ્યાન રાખો. શક્ય હોય તો બહારનો ખોરાક લેવાનું ટાળો. યોગ્ય આહાર, કસરત વગેરે પર ધ્યાન આપો. 

શું છે હિપેટાઈટીસ બીમારી
હિપેટાઈટિસ એ લીવર સાથે જોડાયેલી બીમારી છે. હિપેટાઇટિસ લીવર સંબંધીત રોગ છે. જે વાયરલ ઇન્ફેક્શનથી થાય છે. જેનાથી લીવર પર સોજો આવે છે. હિપેટાઇટિસના પાંચ પ્રકાર છે a, b, c, d, e. જેમાં ટાઇપ બી અને સી સૌથી ઘાતક છે. તેના કારણે લિવર સિરોસિસ અને કેન્સર થાય છે.બળતરા થાય છે. દૂષિત પાણી અને ખરાબ ભોજન શરીરમાં જાય તો તે સીધા લીવરને અસર કરે છે. જેની શરીરમાં ગંભીર અસરો થાય છે. શરીર પર ટેટૂ કરાવવાખી, દૂષિત લોહી જમા થવાથી, બીજાની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી પણ હિપેટાઈટીસનો ખતરો રહે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ચેતજો, પાણીપુરીનો ચસકો અઘરો ના પડી જાય ! પાણીપુરી ખાધા બાદ કિશોરીએ ગુમાવવો પડ્યો જીવ