- પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સ્પેશિયલ પોલીસ સ્કવોડની રચના કરી
- નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં સ્પેશિયલ પોલીસ સ્કવોડ એક્શનમાં આવશે
ગાંધીનગર,શુક્રવાર
રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં સતત ગુનાખોરી વધી રહી છે અને જેના કારણે પોલીસ વડા એક્શનમાં આવ્યા છે. ધોળા દિવસે બાઈક ચોરાવાથી લઈ ઘરફોડ અને લૂંટના બનાવો વધી રહ્યા છે અને તેણે ડામવા માટે પોલીસ વડાએ સ્પેશિયલ પોલીસ સ્કવોડની રચના કરી દીધી છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં આ સ્કવોડ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે અને તેનો રિપોર્ટ સીધો એસપીને કરશે. ગાંધીનગરમાં હવે ચેઈન સ્નેચરો અને ઘરફોડીયા અને મિલકત સંબંધી ગુના આચરનાર પોલીસથી બચી શક્શે નહી.