International

એમેઝોનમાં પાણીનું તાપમાન વધતા 120 થી વધુ ડોલ્ફિનના મોત

એમેઝોનમાં પાણીનું તાપમાન વધતા 120 થી વધુ ડોલ્ફિનના મોત

- પાણીનું તાપમાન 40 ડિગ્રીથી પણ ઊંચું ગયું

- ટેફે તળાવમાં સૌથી વધુ ડોલ્ફિનના મોત

બ્રાઝિલ, સોમવાર

  બ્રાઝિલના એમેઝોન વિસ્તારમાં પાણીનું તાપમાન વધી જતાં જળચર સૃષ્ટિને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ વિસ્તારમાં આવેલ ટેફે તળાવમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડોલ્ફિનના મોત થયા છે. જેને લઈને વૈજ્ઞાનિકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

amazon વિસ્તારમાં દુષ્કાળ પડવાને કારણે પાણી સુકાવાની સાથે સાથે તળાવમાં પાણીનું તાપમાન ખૂબ ઊંચું ગયું છે. કેટલાક સ્થળોએ પાણીનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જતા જળચર સૃષ્ટિ માટે જીવવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા સાત દિવસમાં આ વિસ્તારમાં આવેલા ટેફે તળાવમાંથી સૌથી વધુ ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવી છે. આ ઘટનાને લઈને વૈજ્ઞાનિકો ચિંતા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી જળમાર્ગ ગણાતી amazon નદીમાં વાતાવરણની અસરને કારણે જળચર સૃષ્ટિને માઠી અસર પહોંચી રહી છે. amazon રાજ્યમાં 59 સ્થળોએ તળાવોમાં સામાન્ય કરતાં ઓછું પાણી હાલમાં જોવા મળી રહ્યું છે. આ તળાવમાં રહેલી ડોલ્ફિનોને બચાવવા માટે તેમને અન્ય તળાવમાં ખસેડવામાં આવી રહી છે. ડોલ્ફિનને અન્ય નદી કે તળાવમાં ખસેડતા પહેલા એ નદીની પણ ચકાસણી કરવામાં આવે છે, જ્યાં ડોલ્ફીનોને ખસેડવામાં આવી રહી છે. તે નદીમાં કોઈ પ્રકારનો વાયરસ કે ઝેરી પદાર્થ નથી તેની ચોકસાઈ કર્યા બાદ જ ડોલ્ફિનને ખસેડવામાં આવશે. જોકે હજુ ડોલ્ફિનના મોતને લઈને અલગ અલગ કારણો અને તારણો સામે આવી રહ્યા છે. કેટલાક લોકો આ વિસ્તારમાં પડેલ દુષ્કાળ જવાબદાર હોવાનું જણાવે છે, તો વળી કેટલાક નજીકના વિસ્તારોમાં સોનાની ખાણોમાં ચાલતી કામગીરી દરમિયાન કેમિકલ નદીમાં ઠાલવવામાં આવતું હોવાને કારણે આ દુર્દશા સર્જાઇ હોવાનું કહેવામાં આવે છે. જોકે વૈજ્ઞાનિકો હાલમાં ડોલ્ફિનના મૃત્યુને લઈને સંશોધન કરી રહ્યા છે.પ્રાથમિક તબક્કે અસહ્ય ગરમી અને દુષ્કાળને કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો