Gujarat

લોકસભા ચૂંટણી : કોંગ્રેસ માટે કરો યા મરોની સ્થિતિ, સતત બીજીવાર ક્લીન સ્વીપનો ડર
 

લોકસભા ચૂંટણી : કોંગ્રેસ માટે કરો યા મરોની સ્થિતિ, સતત બીજીવાર ક્લીન સ્વીપનો ડર
 

- વર્ષ-૨૦૦૪ અને ૨૦૦૯માં જીતેલી બેઠકો પણ કોંગ્રેસે ૨૦૧૪માં ગુમાવી હતી 
- આદિવાસી પટ્ટાની પરંપરાગત બેઠકો પણ કોંગ્રેસ જીતી શકી નથી : પ્રદેશ પ્રમુખ માટે પ્રતિષ્ઠાનો જંગ

ગાંધીનગર,શુક્રવાર 

  લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે, ભાજપ સતત ત્રીજીવાર હેટ્રીક કરવા માટે જાેર લગાવી રહ્યો છે તો કોંગ્રેસ ક્લીન સ્વીપ રોકવા તૈયારીઓમાં લાગી ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે કમાન સંભાળતાં એક્શનમાં આવી ગયા છે અને ગેમ પ્લાન તૈયાર કરી રહ્યા છે. કોંગ્રેસ છેલ્લી બે ચૂંટણીથી ગુજરાતમાં ખાતુ પણ ખોલી શકી નથી ત્યારે હવે ૨૦૨૪માં યોજાનારા લોકસભાની ચૂંટઁણી ઉપર મોટો મદાર રાખી રહી છે. કોંગ્રેસે ૨૦૦૪ અને ૨૦૦૯માં જીતેલી બેઠકો ઉપર ફોક્સ કર્યું છે અને તેમાં કેટલીક બેઠકો પ્રથમ અને બીજી શ્રેણીમાં મૂકી છે અને તેના ઉપર ફોક્સ વધાર્યું છે. તાજેતરમાં પ્રભારી મુકુલ વાસનિક બે દિવસના ગુજરાત પ્રવાસ પર હતા અને લોકસભાની ૨૬ બેઠકોની જવાબદારી કોંગ્રેસના સિનિયર નેતાઓને સોંપવામાં આવી છે ત્યારે આ સિનિયર નેતાઓ શું ઉકાળે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. 

  કોંગ્રેસે વર્ષ-૨૦૦૪માં જામનગર, જૂનાગઢ, અમરેલી, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કપડવંજ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર અને વલસાડ બેઠક જીતી હતી. બીજી તરફ વર્ષ-૨૦૦૯માં કોંગ્રેસે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, આણંદ, ખેડા, દાહોદ, બારડોલી અને વલસાડ બેઠક જીતી હતી. કોંગ્રેસે આ જીતેલી બેઠકો ઉપર ફોક્સ કર્યું છે અને જેમાં વિવિધ બેઠકોને પ્રથમ શ્રેણી અને બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણીમાં મૂકવામાં આવી છે. કોંગ્રેસે પાટણ અને બનાસકાંઠા બેઠકને પ્રથમ શ્રેણીમાં મૂકી છે અને આ બે બેઠકો જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પાટણ બેઠક જીતવા માટે ભાજપ પણ એડી ચોટીનું જાેર લગાવી રહ્યો છે અને તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ અહીંયા જનસભા સંબોધી હતી. કોંગ્રેસે બીજી શ્રેણીમાં જે બેઠકો મૂકી છે તેમાં ખેડા, આણંદ અને દાહોદનો સમાવેશ થાય છે. આ બેઠકો કોંગ્રેસના ટાર્ગેટ ઉપર છે અને અહીંયા મહેનત કરવામાં આવે તો જીતી શકાય છે તેવો વિશ્વાસ કોંગ્રેસને છે. આ સિવાય અમરેલી અને સુરેન્દ્રનગર બેઠક પણ બીજી શ્રેણીમાં મૂકવામાં આવી છે તો ત્રીજી શ્રેણીમાં ભરૂચ અને વલસાડ બેઠક મૂકવામાં આવી છે. ઉપરોક્ત ૯ બેઠકો કોંગ્રેસના ટાર્ગેટ ઉપર છે અને ક્લીન સ્વીપ ટાળવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો લોકસભાની ચૂંટણીમાં એસિડ ટેસ્ટ થવાનો છે એ નક્કી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

લોકસભા ચૂંટણી : કોંગ્રેસ માટે કરો યા મરોની સ્થિતિ, સતત બીજીવાર ક્લીન સ્વીપનો ડર