Business

હવે નાહવું-ધોવું થયું મોંઘું, સાબુ-શેમ્પૂના વધ્યા ભાવ

હવે નાહવું-ધોવું થયું મોંઘું, સાબુ-શેમ્પૂના વધ્યા ભાવ

- આ વધારા પછી તમારા બાથરૂમનાં બજેટ પર ચોક્કસપણે ખલેલ પહોંચશે

- HULએ ટૂથપેસ્ટ, કેચઅપ સહિત અન્ય વસ્તુઓની કિંમતોમાં 4 થી 13 ટકાનો વધારો કર્યો

નવી દિલ્હી, ગુરુવાર

   દેશમાં મોંઘવારીએ સામાન્ય લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. જ્યારે બુધવારે આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો તો દેશની બેંકોએ પણ વ્યાજદરમાં વધારો કર્યો. આરબીઆઈના નિર્ણય બાદ મોંઘવારી વધુ વધવાની ધારણા હતી અને આજે તેની અસર જોવા મળી હતી. નાહવું-ધોવું પણ હવે મોંઘુ થઈ ગયુ છે. હા રસોડામાંથી શરૂ થયેલી મોંઘવારી હવે બાથરૂમને પણ પોતાના દાયરામાં લઈ રહી છે.

કંપનીએ ઉત્પાદનોની કિંમતોમાં આટલો વધારો કર્યો
   હકીકતમાં દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે સાબુ, શેમ્પૂ અને અન્ય પર્સનલ કેર પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, કંપનીએ તેના ઉત્પાદનોની કિંમતમાં 15 ટકા સુધીનો વધારો કર્યો છે. આ વધારા પછી તમારા બાથરૂમનાં બજેટ પર ચોક્કસપણે ખલેલ પહોંચશે. એટલું જ નહીં, HULએ ટૂથપેસ્ટ, કેચઅપ સહિત અન્ય વસ્તુઓની કિંમતોમાં પણ વધારો કર્યો છે અને તેની કિંમતોમાં 4 થી 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં HULના CEO સંજીવ મહેતાએ તેલના ભાવમાં ઉછાળા વચ્ચે MMCG ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાનો સંકેત આપ્યો હતો.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

હવે નાહવું-ધોવું થયું મોંઘું, સાબુ-શેમ્પૂના વધ્યા ભાવ