National

PMની સુરક્ષા સાથે ખિલવાડ : સતલજમાં મળી શંકાસ્પદ હોડી, ફ્લાયઓવર પર મોદીના કાફલાથી બસ 50 કિલોમીટર દૂર હતી બોટ

PMની સુરક્ષા સાથે ખિલવાડ : સતલજમાં મળી શંકાસ્પદ હોડી, ફ્લાયઓવર પર મોદીના કાફલાથી બસ 50 કિલોમીટર દૂર હતી બોટ

- 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર ફસાયેલો રહ્યો પીએમ મોદીનો કાફલો

- પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઈને કેન્દ્ર સરકારનું કડક વલણ

 

નવી દિલ્હી, શુક્રવાર

   પંજાબના ફિરોઝપુર ખાતે બીએસએફને સતલજ નદીમાં એક શંકાસ્પદ બોટ મળી છે. જો કે તાજેતરની જાણકારી પ્રમાણે, બીએસએફે આ બોટ અહીં કેવી રીતે પહોંચી અને તેને કોણ લઈને આવ્યું, તેના સંદર્ભે કોઈ જાણકારી આપી નથી.

   જણાવવામાં આવે છે કે બીઓપી ટીટી મલ પાસે આ શંકાસ્પદ બોટ મળી છે. બોટની જપ્તી એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વિસ્તારમાં હતા. તેમનો કાફલો ઘટનાસ્થળથી માત્ર 50 કિલોમીટરના અંતરે ફસાયો હતો. સતલજમાં શંકાસ્પદ બોટ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. માનવામાં આવે છે કે સતલજમાં મળેલી શંકાસ્પદ બોટ પાકિસ્તાનથી આવી છે. જો કે હજી આના સંદર્ભે તપાસ પણ ચાલી રહી છે. તેમા જાણકારી મેળવવામાં આવી રહી છે કે જો આ બોટ કોઈ ઉદેશ્ય સાથે અહીં પહોંચાડવામાં આવી છે, તો તેની પાછળ શું ષડયંત્ર હતું.

   તો બીજી તરફ ગુરુવારે પંજાબના ફિરોઝપુરમાં આવેલી ગૃહ મંત્રાલયની ટીમે પંજાબના ડીજીપી સહીતના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પૂછપરછ કરી છે. આ અધિકારીઓ વડાપ્રધાનની મુલાકાતમાં ડ્યૂટી પર તહેનાત હતા. ફિરોઝપુર કંટ્રોલરૂમમાં વીઆઈપી ડ્યૂટીને મોનિટર કરનારા અધિકારીને પણ ટીમે પૂછપરછ માટે બોલાવ્યા હતા.

   ગૃહ મંત્રાલયની ટીમે ચાર જિલ્લાના એસએસપી સહીત ડ્યૂટી મેજિસ્ટ્રેટ, ડેપ્યુટી કમિશનર, એડીજીપી, બે આઈજીપી અને એક ડીઆઈજીની પણ પૂછપરછ કરી છે. ગૃહ મંત્રાલયની ટીમે સમગ્ર પૂછપરછને રેકોર્ડ કરી અને અધિકારીઓ પાસે તેમના મોબાઈલ લોકેશનથી લઈને તેમની ડ્યૂટી પર શું-શું કામ કરવામાં આવ્યું તેની યાદી પણ માંગી છે.

   વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલામાં શુક્રવારે કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધૂએ કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. સિદ્ધૂએ કહ્યુ છે. કે પીએમ મોદી જ્યારે હવાઈ માર્ગે જવાના હતા. સડકથી જવાનો પ્લાન ન હતો. તો તેઓ કેવી રીતે ગયા. તેમણે સવાલ કર્યો છે કે શું આ મામલામાં આઈબી અને સેન્ટ્રલ એજન્સી જવાબદાર નથી. પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધૂએ કહ્યુ છે કે રેલીમાં લોકો ન હતા. તેથી આ પુરો પ્લાન રચવામાં આવ્યો. રેલીમાં 70 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. પરંતુ 500 લોકો પણ આવ્યા નહીં. તેવામાં આ બધો ડ્રામા કરાયો છે. સિદ્ધૂએ કહ્યુ છે કે ભાજપ પંજાબને બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

PMની સુરક્ષા સાથે ખિલવાડ : સતલજમાં મળી શંકાસ્પદ હોડી, ફ્લાયઓવર પર મોદીના કાફલાથી બસ 50 કિલોમીટર દૂર હતી બોટ