District
અણસોલ ચેક પોસ્ટ પરથી 16.54 લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે હરિયાણાના શખ્સની અટકાયત
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
8, October 2023
- સોપારીના માલસામાનની આડમાં લવાતો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
- ૬૨૨૮ નંગ બોટલ/ક્વાટર મળી 24.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પ્રાપ્ત વિગત અનુસાર શામળાજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પંદ વાહનોના ચેકીંગમા હતો. દરમિયાન એક ટ્રક આવતા પોલીસે ચાલકને હાઇવે રોડની સાઇડમાં ટ્રક ઉભી રખાવવા ઇસારો કરતાં ચાલક અને સવાર અન્ય ઈસમ ટ્રક ગાડી રોડની સાઇડમાં ઉભી રાખીને ભાગવાનો પ્રયાસ કરતાં એક ઈસમ પોલીસ હાથે ઝડપાઇ ગયો હતો જ્યારે એક અંધારાનો લાભ લઈ ખેતરોમાં થઈ ડુંગર તરફ ભાગી ગયો હતો. ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા સાહીબખાન મુજાહીદ મુસ્લીમ ઉ.વ.૧૯ (રહે. ખાનપુર ઘાટી નહર પટરી મસ્જીદની નજીક મેવાત તા.પન્હાના જિ.નુહુ હરીયાણા)નો હોવાની ઓળખ આપી હતી. ટ્રક ગાડીમાં શું ભરેલ છે તે બાબતે પુછતા ટ્રકમાં રીજેક્ટ સોપારીનો માલસામાન ભર્યો હોવાનું અને ભાગી ગયેલા ઈસમનું નામ પૂછતાં મુનફેદ ઇશાખાન મુસ્લીમ જણાવ્યુ હતું. પોલીસે ટ્રકની તલાસી લેતા ટ્રક ગાડીમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. અલગ અલગ બ્રાંડની વિદેશીદારૂની ૧૬,૫૪,૮૦૦ કિંમતની ૬૨૨૮ નંગ બોટલ/ક્વાટર મળી આવ્યા હતા. ઇસમને દારૂ અંગે પૂછતાં ગુજરાતમાં હાલોલ ખાતે આપવાનો હોવાની કબૂલાત આપી હતી. સમગ્ર મામલે પોલીસે દારૂ, મોબાઈલ, ટ્રક સહિત ૨૪,૫૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ઈસમ થતાં ભાગી ગયેલા ઈસમ સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો