District

ચોખાનો જથ્થો હરિયાણા મોકલવાનું કહીને ટ્રાન્સપોર્ટના સંચાલકે હિંમતનગરના વેપારી સાથે 9.89 લાખની છેતરપિંડી આચરી

ચોખાનો જથ્થો હરિયાણા મોકલવાનું કહીને ટ્રાન્સપોર્ટના સંચાલકે હિંમતનગરના વેપારી સાથે 9.89 લાખની છેતરપિંડી આચરી

- ચોખાનો માલ ટ્રકમાં ભરીને હરિયાણા ખાતે રવાના કર્યો હતો 
- વેપારીએ ટ્રક ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

હિંમતનગર, રવિવાર 

    હિંમતનગરના ફીનીંશીંગ, પોલીસીંગ તેમજ શોટેજના જથ્થાબંધ વેચાણ કરતાં વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે. ચોખાનો માલ ખરીદવાનું કહીને શખ્સે હરિયાણા માલ મોકલાવ્યો હતો. જે બાદ ટ્રકમાં ૯,૮૯,૦૩૩ રૂપિયાનો માલ ભરી આપ્યા બાદ ટ્રકના ડ્રાઈવરનો સંપર્ક તૂટી ગયો હતો. શખ્સે માલ નહીં મળે તો પૈસા પાછા આપવાની જવાબદારી આપી હોવા છતાં ગલ્લા તલ્લાં કરતાં અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની માલૂમ પડતાં વેપારીએ ટ્રક ડ્રાઈવર સહિત બે  વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

    મળતી વિગત અનુસાર હિંમતનગરના સોહેલ નિજામુદ્દીન રાણાવાડીયા ઇલોલ ગામની સીમમાં ખીજડીયા તળાવની સામે રાણાવડીયા એગ્રો ઇન્ડસ્ટ્રીઝના નામથી ખેડુતો પાસેથી ડાંગર વેચાણ લઈ ફીનીંશીંગ, પોલીસીંગ તેમજ શોટેજ કરીને મોટા વેપારીઓને જથ્થાબંધ ચોખા વેચાણ કરે છે. તા:14/૦૯/૨૦૨૩ના રોજ ઇન્ડસ્ટ્રીઝ ઇલોલ ખાતે હાજર હતા ત્યારે તેમના ઓળખીતા માં કૃપા કેંવાસીંગ, એસ. જી.હાઇવે અમદાવાદથી આકાશ ઠક્કરનો ફોન આવતા તેમણે જણાવ્યું હતું કે હરજીતસીંગ સતીંદરપાલસીંગ (રહે,સીરસાભદ્ર બજાર હરીયાણા)ને ત્રીસ કિલો વજનની કુલ ૫૮૩ ચોખાની બેગ તથા શીવજીરામ ભુષણકુમાર ઓલ્ડ ગ્રેન માકેટ ગાંધીચોક મંડી દાબવડ હરીયાણાને ત્રીસ કિલો વજનની ચોખાની બેગ નંગ- ૫૮૪ એમ બંને વેપારીઓને ચોખાની ત્રીસ કિલો વજનની કુલ બેગ નં૧૧૬૭ વેચાણ જોઇએ છે. જો માલ સ્ટોકમાં હાજર હોય તો આવતીકાલે ગાડી મોકલી આપો તેવી વાત કરતા ફરિયાદીએ પણ ચોખા સ્ટોકમાં છે ગાડીમાં મોકલી આપવાનું જણાવ્યું હતુ.

    બીજા દિવસે આકાશ ઠક્કરના સાથે કામ કરતા કોટક પાર્થ સતિષભાઈએ ફોન કરી જણાવેલ કે સાબરડેરી નજીક હાઇવે ટ્રાન્સપોર્ટ કંપની ખાતેથી ટ્રક ગાડી આવે છે. હરજીતસીંગ સતીંદરપાલ સીંગે ત્રીસ કિલો વજનની કુલ ૫૮૩ જેની કિ.રૂ. ૪,૯૪,૦૯૩/ચોખાની બેગ તથા શીવજીરામ ભુષણકુમારને ત્રીસ કિલો વજનની ચોખાની બેગ નંગ- ૫૮૪ જેની કિ.રૂ. ૪,૯૪,૯૪૦ એમ બંને વેપારીઓને ચોખાની ત્રીસ કિલો વજનની કુલ વજન ૩૫૦૦૦ કિલો જેની કુલ કિ.રૂ. ૯,૮૯,૦૩૩ના ચોખાનો માલ ટ્રકમાં ભરીને ડ્રાઈવર મુકેશભાઈ ધરમપાલ (રહે. રાજસ્થાન)ને રવાના કર્યા હતા. તા.૧૬/૦૯/૨૦૨૩એ ગાડીના ડ્રાઈવર મુકેશકુમારને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો જેથી હાઈવે ટ્રાન્સપોર્ટના માલિક મોહમંદ ઇકબાલભાઈ ઉપર ફોન કરી જાણ કરી હતી. જે બાદ ઈકબાલભાઈએ પોતે ગાડીના ડ્રાઈવરના કોન્ટેકમાં હોવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો. અને માલ નહીં મળે તો પૈસા પાછા આપવાની જવાબદારી લીધી હતી. આમ કુલ ૯,૮૯,૦૩૩ રૂપિયાના માલની છેતરપિંડી કરતાં અંતે સોહેલે મોહમંદ ઇકબાલભાઈ અને મુકેશકુમાર ધરમપાલ સામે છેતરપિંડીની હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ચોખાનો જથ્થો હરિયાણા મોકલવાનું કહીને ટ્રાન્સપોર્ટના સંચાલકે હિંમતનગરના વેપારી સાથે 9.89 લાખની છેતરપિંડી આચરી