National

દારૂ પીને નશો ન ચડ્યો તો ગૃહમંત્રીને કરી ફરિયાદ, કહ્યું- દારૂ ચ઼ડતો જ નથી, ન્યાય થવો જોઈએ

દારૂ પીને નશો ન ચડ્યો તો ગૃહમંત્રીને કરી ફરિયાદ, કહ્યું- દારૂ ચ઼ડતો જ નથી, ન્યાય થવો જોઈએ

- રાજ્યના ગૃહમંત્રીને અરજી કરીને દારૂમાં ભેળસેળની ફરિયાદ કરી
- અરજદારની આપવિતી ગમે તેટલો દારૂ પીએ, પણ ચડતો જ નથી

મધ્ય પ્રદેશ, શનિવાર 

   દારૂમાં ભેળસેળ કોઈ નવી વાત નથી, મધ્યપ્રદેશમાં પણ ભેળસેળના અનેક મામલા સામે આવ્યા છે. પરંતુ આવો જ એક કિસ્સો ઉજ્જૈનથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક દારૂડિયો પોતે દારૂમાં ભેળસેળના પુરાવા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. એટલું જ નહીં તેણે રાજ્યના ગૃહમંત્રીને અરજી કરીને દારૂમાં ભેળસેળની ફરિયાદ કરી છે. જેના કારણે આ મામલો ચર્ચાનો વિષય બની રહ્યો છે.      વાસ્તવમાં, લોકેન્દ્ર સેઠિયા નામના વ્યક્તિએ જણાવ્યું કે, "12 એપ્રિલે તેણે 4 ક્વાર્ટ્સ દેશી દારૂ ખરીદ્યો અને 2 ક્વાર્ટ્સ દારૂ તેના પાર્ટનર સાથે પીધો . પરંતુ તે કહે છે કે આ પાણી છે, દારૂ નથી, કારણ કે દારૂ પીધા પછી પણ તેને નશો ચડ્યો નહોતો. તેથી તે પાછો દારૂની દુકાને ગયો અને ફરિયાદ કરી કે, દારૂ પીધા બાદ પણ તેને ચડતો નથી. જેના પર દુકાનદારે કહ્યું કે, અહીંયા તો આવો જ દારૂ મળે છે, જે કરવું હોય તે કરી લેજે.

   લોકેન્દ્ર સોઠિયા પોતાની સાથે 2 ક્વાર્ટર્સ લઈને ભેળસેળયુક્ત દારૂની ફરિયાદ કરવા એક્સાઈઝ વિભાગમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાના એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લાના નામ પર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં અરજી કરી છે. લોકેન્દ્રે આબકારી વિભાગને ફરિયાદ કરી છે કે તેણે જે દારૂ ખરીદ્યો છે તેમાં કોઈ નશો નથી, તેણે પુરાવા તરીકે એક્સાઈઝ વિભાગને 2 ક્વાર્ટર પણ આપ્યા છે. લોકેન્દ્રનું કહેવું છે કે જો તેમને તેમની વાત પર વિશ્વાસ ન આવે તો આ બે ક્વાર્ટરમાં ભરાયેલા શરાબની તપાસ થવી જોઈએ. લોકેન્દ્રનું  કહેવું છે કે જો તેમની માંગ સાંભળવામાં નહીં આવે તો તેઓ ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરશે. લોકેન્દ્ર કહે છે કે હું પણ એક્શન ઈચ્છું છું જેથી જે લોકો દારૂ પીવા માટે લે છે તેમની સાથે ન્યાય થાય, કારણ કે પૈસા ખર્ચીને દારૂ લેનારાઓ સાથે ન્યાય કરવો જરૂરી છે. કાર્યવાહી પણ જરૂરી છે કારણ કે મારી સાથે જે થયું તે બીજા કોઈ સાથે ન થવું જોઈએ." તેણે કહ્યું કે તે 20 વર્ષથી દારૂ પીતો હતો, તેથી તે સમજી ગયો કે તેમાં ભેળસેળ છે. પરંતુ એવા લોકોનું શું જે ફક્ત પીવા માટે કમાય છે, હું આવા લોકો માટે ન્યાય માંગું છું." લોકેન્દ્રની ફરિયાદ સાંભળીને એક્સાઇઝ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હાલમાં આબકારી વિભાગના અધિકારીઓએ લોકેન્દ્રને લેખિત ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

 

 

દારૂ પીને નશો ન ચડ્યો તો ગૃહમંત્રીને કરી ફરિયાદ, કહ્યું- દારૂ ચ઼ડતો જ નથી, ન્યાય થવો જોઈએ