District

હિંમતનગરમાં ભારત પાકિસ્તાનની મેચ પર સટ્ટો રમતો ઈસમ ઝડપાયો

હિંમતનગરમાં ભારત પાકિસ્તાનની મેચ પર સટ્ટો રમતો ઈસમ ઝડપાયો

- ૧૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો 
- હિંમતનગર બી ડીવી પોલીસે બે સામે ગુન્હો દાખલ કર્યો 

હિંમતનગર, રવિવાર 

  ક્રિકેટ વર્લ્ડ કપને લઈ સમગ્ર દેશમાં ક્રિકેટ ફીવર હાલમાં છવાયેલો છે. જેના કારણે ક્રિકેટ રશિયાઓ સાથે ક્રિકેટ રમનાર સટોડીયા ઓ અને બુકીઓ પણ ગેલમાં આવી ગયા છે. ત્યારે હિંમતનગર બી ડીવી પોલીસે બાતમી આધારે પેરેમાન્ટ હોટલથી સિનેમા તરફ જતા રોડ ઉપરની દુકાનોની બાજુમા ઈન્ડિયા પાકિસ્તાન મેચ પર સટ્ટો રમતા એક ઇસમને ઝડપી લઈ બે સામે ગુન્હો નોંધી ૧૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

  પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગર બી ડીવી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતો દરમિયાન ખાનગી રીતે બાતમી મળી હતી કે હિંમતનગર પેરેમાઉન્ટ હોટલથી અંબર સિનેમા તરફ જતા રોડ ઉપર દુકાનોની બાજુમા પકોડીની લારી પાસે પીન્ટુભાઇ પાલ નામનો ઇસમ ખુલ્લી જગ્યામાં પોતાના મોબાઇલ ફોન ઉપર હાલમાં ચાલતી આઇ.સી.સી.વિશ્વ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમાડે છે. જે આધારે પોલીસે પેરેમાન્ટ હોટલથી સિનેમા તરફ જતા રોડ ઉપર દુકાનોની બાજુમા પકોડીની લારી પાસે રેડ કરતાં એક ઈસમ મોબાઇલમાં કંઇક કરતો જણાઈ આવતા તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો.  પૂછપરછમાં પોતે પિન્ટુભાઇ મુનશીભાઇ હરીરામ પાલ હોવાનું જણાવ્યું હતું. અંગઝડતી તેમ જ રોકડ સહિત ૧૯૫૦નો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પોલીસે ગઝલબાનુ એતેશામમુદીન સૈયદ નામના ઇસમને ફરાર જાહેર કરી બે સામે ગુન્હો દાખલ કર્યો છે ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

હિંમતનગરમાં ભારત પાકિસ્તાનની મેચ પર સટ્ટો રમતો ઈસમ ઝડપાયો